જાફરના મતે પૃથ્વીમાં સહેવાગ જેવી પ્રતિભા, પણ શિસ્તની જરૂર

જાફરના મતે પૃથ્વીમાં સહેવાગ જેવી પ્રતિભા, પણ શિસ્તની જરૂર
મુંબઈ, તા. 10 : ભારતીય ટીમના પૂર્વ ઓપનિંગ બેટસમેન વસીમ જાફરએ યુવા પૃથ્વી શોની તુલના વિરેન્દ્ર સેહવાગ સાથે કરી છે. આ સાથે તેણે કહ્યંy છે કે મુંબઇના આ યુવા ખેલાડીએ મેદાન પર વધુ શિસ્તબધ્ધ થવાની જરૂર છે. ટેસ્ટ ક્રિકેટમાં પદાપર્ણ સાથે વેસ્ટ ઇન્ડિઝ સામે સદી કરનાર પૃથ્વી શો પર ડોપિંગ મામલે 8 મહિનાનો પ્રતિબંધ મુકાયો હતો. આ પછી તેણે વાપસી કરી છે. તેનો ન્યુઝીલેન્ડના પ્રવાસમાં સમાવેશ થયો હતો. પૃથ્વી શો વિશે વસીમ જાફરે કહ્યંy તે સેહવાગની માફક કોઇ પણ બોલિંગ લાઇન અપ સામે વિસ્ફોટક બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. જે તે આવી જ આક્રમકતા જાળવી શકશે તો તેને સેહવાગ જેવી સફળતા મળશે. જાફરના મતે પૃથ્વીએ મેદાનની બહાર પણ અનુશાસનમાં રહેવાની જરૂર છે.

Published on: Sat, 11 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer