રંગભેદ મુદ્દે હોલ્ડિંગનું દર્દ છલકાયું

રંગભેદ મુદ્દે હોલ્ડિંગનું દર્દ છલકાયું
લંડન, તા.10: વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ મહાન ઝડપી બોલર અને કોમેન્ટેટર માઇકલ હોલ્ડિંગે રંગભેદના મુદ્દે ખુલ્લીને વાત કરી હતી. આ દરમિયાન તેઓ ભાવુક થઇ ગયા હતા અને તેમના આંસુ ખાળી શકયા ન હતા. તેમણે કહ્યંy આ મુદે સમાજે વધુ સજાગ રહેવાની જરૂર છે. સમાજે રંગભેદ સામે તેમનું વલણ બદલવું પડશે. પોતાના માતા-પિતા સાથે થયેલ અન્યાયને યાદ કરીને તેઓની આંખમાં આંસુ આવી ગયા હતા. તેમણે કહ્યંy મારા પિતા વધુ ડાર્ક હતા. આથી ઘણા લોકોએ તેમની સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું. હોલ્ડિંગનું માનવું છે કે બદલાવ આવશે, પણ ધીરે ધીરે. મને વિશ્વાસ છે કે આપણે સાચી દિશામાં જઇ રહ્યા છીએ.

Published on: Sat, 11 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer