બી.સી.સી.આઈ.એ નકલી ટી-20 લીગ સાથે ડ્રીમ-11ની `સાંગગાંઠ''ની તપાસ કરવાનું પોલીસને કહ્યું

બી.સી.સી.આઈ.એ નકલી ટી-20 લીગ સાથે ડ્રીમ-11ની `સાંગગાંઠ''ની તપાસ કરવાનું પોલીસને કહ્યું
મુંબઈ, તા. 10: ઈન્ડિયન ક્રિકેટ બોર્ડના એન્ટી કરપ્શન યુનિટએ મોહાલી પોલીસને માહિતી આપી છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગના સ્પોન્સર અને ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ `ડ્રીમ-11' નકલી ટી-20 લીગ સાથે સાંગઠગાંઠ ધરાવતી હોઈ શકે છે. મોહાલી પોલીસ આ પ્રકરણની અગાઉથી જ તપાસ ચલાવી રહી છે.
એન્ટીકરપ્શન યુનિટએ પોલીસને વધુમાં જણાવ્યું છે કે સ્ટ્રીમીંગ વેબસાઈટ - `ફનકોડ'ની ભૂમિકાની પણ તપાસ કરે. ઉવા ટી-20 લીગ શ્રીલંકામાં યોજાઈ હોવાનું દેખાડવામાં આવ્યું હતું. પરંતુ વાસ્તવમાં તે મોહાલીની નજીક આવેલા સાવરા ગામના મેદાનમાં યોજાઈ હતી. ઉવા પ્રાંત શ્રીલંકામાં આવેલો છે. ફેનકોડ અને ડ્રીમ-11 અને સ્પોર્ટ ટેક કંપની-ડ્રીમ સ્પોર્ટનો હિસ્સો છે. આ પ્રકરણમાં ડ્રીમ-11ની સંડોવણી શકય છે. આ હેતુસર જે કીટ વાપરવામાં આવી છે તે ડ્રીમ-11ની અગાઉની ટૂર્નામેન્ટની હોઈ શકે છે. આ બધી કીટની પાછળ ડ્રીમ-11 લખેલું છે. તેથી ઉપજાવી કાઢેલી હોય એવી પૂરી શક્યતા છે.
બીસીસીઆઈના એન્ટીકરપ્શન યુનિટના વડા અજિતસિંહ શેખાવતે જણાવ્યું હતું કે અમે મોહાલી પોલીસને આ પ્રકરણની કેટલીક વિગતો આપી છે.
Published on: Sat, 11 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer