વાઈસ ચાન્સેલરો પરીક્ષા નથી ઈચ્છતા

મુંબઈ, તા. 10 : રાજ્યમાં કોરોનાની અસર જોતાં રાજ્યમાંની તમામ 13 યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરોએ અંતિમ વર્ષની પરીક્ષા લેવાનું શક્ય ન હોવાનું સરકારને જણાવ્યું છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)ના સુધારિત માર્ગદર્શક સૂચનો પછી પણ અંતિમ વર્ષની પરીક્ષા ન લેવા બાબતે રાજ્ય સરકાર મક્કમ છે. આ અંગે રાજ્ય સરકારે યુજીસીને પત્ર લખ્યો છે અને તેના ઉત્તરની પ્રતીક્ષા કરતા હોવાનું ઉચ્ચ અને તંત્ર શિક્ષણ પ્રધાન ઉદય સામંતે ગુરુવારે જણાવ્યું હતું. 
સિડેનહામ કોલેજમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમને જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાની અસર। ધ્યાનમાં લઈ લાખો વિદ્યાર્થીઓના હિત માટે સરકારે અંતિમ વર્ષની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ યુજીસીએ પરીક્ષા લેવા અંગે ફરીથી સૂચના આપતા ગૂંચવણ ઉભી થઈ છે. તે દૂર કરવા માટે તેમણે યુજીસીને પત્ર લખ્યો છે. રાજ્યના તમામ વાઈસ ચાન્સેલર અને વિદ્યાર્થી યુનિયન પરીક્ષા લેવાના વિરોધમાં છે. તે અંગે વાઈસ ચાન્સેલરોએ રજૂ કરેલા મંતવ્યોનો એક વિડીયો પણ સામંતે આ વખતે દર્શાવ્યો હતો. 
પરીક્ષા બાબતે યુજીસીની માર્ગદર્શક સૂચનાઓ 
1. ઓનલાઈન, ઓફલાઈન અથવા બ્લેન્ડેડ પદ્ધતિથી 30 સપ્ટેમ્બર પહેલાં  પરીક્ષા લેવી  (2) પરીક્ષા કેન્દ્ર પર થર્મલ ક્રીનિંગ, માસ્ક, સેનિટાઈઝરનો ઉપયોગ અનિવાર્ય (3) બે વિદ્યાર્થી વચ્ચે સુરક્ષિત અંતર (4) પરીક્ષા કેન્દ્રની દીવાલો, દરવાજા, પ્રવેશદ્વાર, ખુરશીઓ સેનિટાઈઝ કરવા.
Published on: Sat, 11 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer