સોશિયલ મીડિયા પર ખોટી પોસ્ટ્સ પર પ્રતિબંધક હુકમની મુદત વધારાઈ નથી

મુંબઇ, તા. 10 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે બોમ્બે હાઈકોર્ટને માહિતી આપી હતી કે કોરોનાની મહામારી સામેની લડાઇ વચ્ચે સોશ્યલ મીડિયા પર ખોટી કે ગેરમાર્ગે દોરનારી માહિતી ફેલાવવા સામેનો નિષેધ હુકમ સમાપ્ત થઈ ગયો છે અને તેમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. 
જાસ્ટિસ એ.એ. સૈયદ અને એમ.એસ. કર્ણિકની ખંડપીઠ સમક્ષ એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ જણાવ્યું હતું કે સમાજમાં ગેરસમજ ફેલાવતા મેસેજો બદલ ફોજદારી કાર્યવાહી (સીઆરપીસી) ની કલમ 144 હેઠળ પોલીસ નાયબ કમિશનર (ઓપરેશન્સ) દ્વારા 23 મી મેનો આદેશ ફક્ત આઠ જૂન સુધી અમલમાં હતો. 8 જૂન પછી પણ એની મુદતમાં વધારો કરવામાં આવ્યો નથી અને હાલમાં કોઈ પ્રતિબંધક હુકમ નથી.  
કોર્ટ પ્રતિબંધકારી હુકમની કાયદેસરતાને પડકારતી બે જાહેર હિતની અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. આદેશ મુજબ સોશિયલ મીડિયા પર ખોટી કે નકલી માહિતી ફેલાવનાર કોઈપણ વ્યક્તિ સામે કાર્યવાહી થઈ શકે છે. 
Published on: Sat, 11 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer