બજાર-દુકાનો સાત દિવસ ચાલુ રાખવાની વેપારીઓની માગણી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : વેપારીઓએ એવી માગણી કરી છે કે દુકાનો ખોલવાનો ઓડ-ઈવન નિયમ કાઢી નાખીને દુકાનો-બજારોને સાતે સાત દિવસ ચાલુ રાખવાની પરવાનગી દેવામાં આવે. આંતરરાષ્ટ્રીય વૈશ્ય મહાસંમેલનના મહાસચિવ દિલીપ મહેશ્વરીએ મુખ્ય પ્રધાનને એક પત્ર લખીને કહ્યું હતું કે વેપારીઓ મહિનામાં 12 દિવસ જ દુકાનો ચાલુ રાખે છે, પરંતુ તે માટે કર્મચારીઓને આખા મહિનાનું વેતન અને મકાનમાલિકોને ભાડું આપવાનું પણ પોષાતું નથી. બીજું ઘરાકી નથી એટલે પણ અમને ઓછામાં ઓછા છ દિવસ સવારના નવથી સાંજના સાત વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવાની છૂટ અપાય.

Published on: Sat, 11 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer