કોરોના વધુ એક યુવાન પોલીસ અધિકારીને ભરખી ગયો

મુંબઈ, તા. 10 : વિક્રોલી પોલીસ સ્ટેશનના 41 વર્ષીય સબ ઇન્સપેક્ટર સચિન પાટીલનું ગુરુવારે બાંદરાની ગુરુનાનક હોસ્પિટલમાં નિધન થયું હતું. કોરોનાના ચેપથી મૃત્યુ પામેલા પાટીલ બીજા યુવાન પોલીસ અધિકારી છે. અગાઉ ધારાવી પોલીસ સ્ટેશનના સહાયક નિરીક્ષક અમોલ કુલકર્ણી (36)નું કોરોનાના ચેપના કારણે 16 મેના અવસાન થયું હતું. 
મૂળ સાંગલીના પાટીલ પત્ની અને પુત્ર સાથે કલવામાં રહેતા હતા. તેઓ કોરોનરી હાર્ટ ડિસીઝથી પીડિત હોવાનું સ્પષ્ટ થતાં પાંચમી જુલાઈએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  તેના ફેફસાંમાં ચેપ લાગવાના કારણે તેની હાલત કથળી હતી.  તેમને રેમેડિસિવર સહિતની દવાઓ આપવામાં આવી હતી. તેમના સાથીઓ અને સિનિયરોનું માનવું છે કે, શારીરિક રીતે મજબુત પાટીલ, કારોનાને મહાત કરશે પરંતુ  ગુરુવારે તેમના મૃત્યુના સમાચાર આવ્યા હતા. 
Published on: Sat, 11 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer