મહારાષ્ટ્રમાં લૉકડાઉન ઉલ્લંઘનના 1.6 લાખથી વધુ કેસ નોંધાયા

મુંબઇ, તા. 10 (પીટીઆઈ): કોરોના લૉકડાઉન દરમિયાન પ્રતિબંધક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રાજ્યમાં 1.6 લાખથી વધુ ગુના નોંધાયા છે અને 29,000 થી વધુ લોકોને ધરપકડ કરવામાં આવી છે, એમ મહારાષ્ટ્ર, રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે શુક્રવારે જણાવ્યું હતું. 
 શ્રેણીબદ્ધ ટવિટમાં દેશમુખે કહ્યું હતું કે આ સમયગાળા દરમિયાન અપરાધીઓ પાસેથી રૂ .11 કરોડથી વધુના દંડ વસૂલાયા છે. કોરોના વાયરસનો ફેલાવો રોકવા લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હોવાથી આઈપીસીની કલમ 188 (જાહેર સેવક દ્વારા જાહેર કરાયેલા ઓર્ડરનો અનાદર) હેઠળ 1,61, 821 ગુના નોંધાયેલા છે અને આ કેસોમાં 29,990 લોકોની ધરપકડ કરવામાં આવી હતી એમ તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું. 
ભીવંડીના સંસદસભ્ય કપિલ પાટીલ કોરોના ગ્રસ્ત
ભીવંડી, તા. 10: ભીવંડી લોકસભાના ભાજપના સંસદસભ્ય કપિલ પાટીલ તેમ જ તેમના સાત કુટુંબીજનોને કોરોનાનો ચેપ લાગ્યો છે. કપિલ ઉપરાંત તેમની પત્ની, પુત્ર, પુત્રી, પુત્રવધૂ, ભત્રીજા અને પુત્રવધૂના ટેસ્ટ પૉઝિટિવ આવ્યા છે.

Published on: Sat, 11 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer