થાણેમાં સંપૂર્ણ લૉકડાઉન 19 તારીખ સુધી લંબાવાયું

શાકભાજી-ફળના ભાવ આસમાને
અમારા પ્રતિનિધિ તરફથી
થાણે, તા. 10 : થાણેમાં 12 તારીખ સુધી અમલમાં મુકાયેલું સંપૂર્ણ લોકડાઉન હવે 19 જુલાઈ સુધી લંબાવાયું છે. ફક્ત દૂધ, દવા અને કરિયાણા જેવી આવશ્યક સેવાની દુકાનો ખુલ્લી રહેશે. ગુરુવાર રાત સુધી થાણે શહેરમાં 12,053 અને થાણે જિલ્લામાં 48,856 કોરોનાના કુલ કેસ મળ્યા છે. થાણે પાલિકાની હદમાં રાજ્યના કોરોના દરદીના 5.23 ટકા અને રાજ્યના મરણાંકમાં 4.80 ટકા નોંધાયા છે. 
દરમિયાન, કલ્યાણ-ડોંબીવલીમાં નાગરિકો છેલ્લા થોડાક દિવસથી કાંદા-બટેટા, શાકભાજી તથા ફળ-ફળાદી ન મળતાં હેરાન થઈ ગયા છે. એપીએમસી તથા અન્ય સેન્ટરો પણ બંધ રખાતાં એપીએમસીમાં નજીકના તથા આજુબાજુના ગામમાંથી તથા બહારગામથી શાકભાજી તથા ફળ આવવાના બંધ થઈ ગયા છે.  હાલમાં શાકભાજી તથા ફળની આવક એકદમ ઓછી થઈ ગઈ છે અને આને લીધે તેના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેને લીધે સામાન્ય લોકો માટે મુશ્કેલી છે. કલ્યાણ-ડોંબીવલીમાં પણ 19 તારીખ સુધી સંપૂર્ણ લોકડાઉન લંબાવાયું છે. 
Published on: Sat, 11 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer