કોરોનાના દરદીઓના નામ શા માટે જાહેર કરવા ?

ગોપનીયતાનો પ્રશ્ન હોવાનું જણાવતી હાઈકોર્ટ 
મુંબઈ, તા 10 : કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ દરદીના નામો ગુપ્ત રાખવાને કારણે લોકોને જ નુકસાન થાય છે. કારણ, નામ ગુપ્ત રાખવાને કારણે તેમના સંપર્કમાં આવેલા અન્ય લોકોના જીવનું જોખમ ખડું થાય છે. એટલે કોરોનાના દરદીઓના નામો ગુપ્ત રાખવાને બદલે જાહેર કરવા જનહિતમાં છે, એવો દાવો કરવાની સાથે બૉમ્બે હાઈકોર્ટમાં કરાયેલી અરજીની સુનાવણી જાસ્ટિસ અમજદ સૈયદ અને જાસ્ટિસ મકરંદ કર્ણિકની બૅન્ચે શુક્રવારે કરી હતી. 
કોરોના બાધિતોના નામ શું કામ જાહેર કરાય? દરદીની ગોપનીયતાના અધિકારનો એમાં સમાવેશ હોવાનું નિરીક્ષણ કરવાની સાથે હાઈકોર્ટે કોરોનાના દરદીઓના નામો જાહેર કરવાની માગણી કરનારાઓની અરજીનો જવાબ આપવાનો આદેશ કેન્દ્ર અને રાજ્ય સરકારને આપ્યો છે. 

Published on: Sat, 11 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer