રાજ્યમાં કોરોનાની કટોકટી ઘેરી બની

7862 નવા દર્દી મળ્યા અને મરણાંક 10,000ની નજીક 
મુંબઈમાં 1354નો ટેસ્ટ પૉઝિટિવ અને 2183ને રજા અપાઈ
મુંબઈ, તા. 10 : આજે શહેરમાં કોરોનાના 1354 નવા દર્દી મળ્યા હતા. આજે 73 મરણ નોંધાયાં હતાં. કુલ દર્દીની સંખ્યા 90,149 થઈ હતી. મહાનગરમાં કોરોનાએ કુલ 5202 લોકોનો ભોગ લીધો છે. મૃતકોમાં 58 દર્દીને કોરોના ઉપરાંત બીજી બીમારી પણ હતી. 55 જણની વય 60ની ઉપર હતી. 16 દર્દી 40થી 60 વષર્ની વચ્ચેના હતા. બે મૃતકોની વય 40 વર્ષથી નીચે હતી. મૃતકોમાં 53 પુરુષ અને 20 દર્દી મહિલા હતા.
મુંબઈમાં મરણાંક 5202નો થયો છે. આજે આનંદની વાત એ હતી નવા દર્દીની સરખામણીમાં  સાજા થનારા દર્દી ઘણા વધારે હતા. આજે 2183 દર્દી સાજા થતા તેમને ઘરે જવાની રજા અપાઈ હતી. કુલ 61,934 દર્દી સાજા થયા છે. મુંબઈમાં રીકવરી રેટ વધીને 68 ટકા થયો છે. ત્રીજી જુલાઈથી નવ જુલાઈનો  વૃદ્ધિદર 1.41 ટકાનો છે. મુંબઈમાં ડબાલિંગ રેટ 49 દિવસનો છે. મુંબઈમાં 22,738 સક્રિય દર્દી છે.  મુંબઈમાં 3,79,554 ટેસ્ટ કરાઈ છે.
રાજ્યમાં કોરોનાની કટોકટી ઘેરી બનતી જાય છે. આજે તો 7862 જેટલા નવા દર્દી શોધી કઢાયા હતા. આ કદાચ ચોવીસ કલાકમાં કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવવાની સૌથી મોટી સંખ્યા છે. છેલ્લાં કેટલાંય દિવસથી 5000થી વધારે પેશન્ટ મળવાનો સિલસિલો ચાલુ છે. આજે રાજ્યમાં કોરોનાને લીધે 226 દર્દીના મૃત્યુ નોંધાયા હતા.  મરણાંક 9893 થયો છે.  રાજ્યમાં મૃત્યુદર 4.15 ટકા થયો છે. રાજ્યમાં 95,647 સક્રિય દર્દી છે. આજે સારા સમાચાર એ છે કે 5366 દર્દીને રજા  અપાઈ હતી. કુલ 1,32,625 દર્દીને રજા અપાઈ છે. રીકવરી રેટ 55.62 ટકા છે. છેલ્લા દસ દિવસમાં 39,471 દર્દી સાજા થયા છે.  
કુલ 12,53,978 સેમ્પલ લેવામાં આવ્યા છે અને આમાંથી 2,38,461 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. પોઝિટિવ આવવાની ટકાવારી 19.01 ટકા છે. રાજ્યમાં 6,74,025 લોકો હોમ ક્વૉરેન્ટાઈન અને 46,530 લોકો ઇન્સ્ટિટ્યુશનલ ક્વૉરેન્ટાઈનમાં છે.
Published on: Sat, 11 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer