નવ પોલીસ અધિકારીઓની બદલી

નવ પોલીસ અધિકારીઓની બદલી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10: મુંબઈમાં દસ પોલીસ ઉપાયુક્તોની બદલીને પગલે સર્જાયેલા રાજકીય વિવાદ તાજો છે. ત્યારે ફરી એકવાર ગૃહખાતા તરફથી આજે બદલીનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓને તેઓની બદલી થઈ છે તે હોદ્દા તત્કાળ સંભાળી લેવાની સૂચના આપવામાં આવી છે.
પરિમંડળ - સાતના ઉપાયુક્ત પરમજિતસિંગ દહિયાની બદલી પરિમંડળ - ત્રણમાં કરવામાં આવી છે. સુરક્ષા અને સંરક્ષણ વિભાગના પોલીસ ઉપાયુક્ત પ્રશાંત કદમ ઉપર પરિમંડળ - સાતની જવાબદારી સોંપવામાં આવી છે. વિશેષ શાખા - એકના ગણેશ શીંદે બાર પરિમંડળનું કામકાજ સંભાળશે. પોલીસ ઉપાયુક્ત 22મી કરંદીકર ઉપર સાઈબર અને સાયબરના ઉપાયુક્ત વિશાલ ઠાકુર ઉપર પરિમંડળ 11 ઉપર બદલી કરવામાં આવી છે. વધુમાં શાહુજી ઉમાપ (વિશેષ શાખા), ડૉ. મોહન દહીકર (અપરાધ શાખા), અને પ્રણય અશોક (પરિમંડળ-પાંચ)નો સમાવેશ થાય છે.

Published on: Sat, 11 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer