રેમેડેસિવિર માટે આધાર કાર્ડ ફરજિયાત

રેમેડેસિવિર માટે આધાર કાર્ડ ફરજિયાત
મુંબઈ, તા. 10 : કોરોનાના ગંભીર દરદીઓની સારવાર માટેની રેમેડેસિવિરની અછત તેમ જ કાળાબજારને ધ્યાનમાં લઇને મુંબઈમાં આ દવાઓ મેળવવા માટે આધાર કાર્ડ ફરજિયાત કરાયાનું જાણવા મળ્યું છે. મુંબઈના પાલક પ્રધાન અસલમ શેખે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એપડીએ) કમિશનરને સૂચના આપી છે કે કોરોનાની સારવાર માટેની મોંઘી અને અછત છે એવી દવાઓ માટે આધારકાર્ડ ફરજિયાત બનાવવું.  અગાઉ, કેન્દ્રીય ડ્રગ નિયંત્રણ વિભાગ (સીડીએસસીઓ) એ રાજ્યના દવા સંચાલકોને એક પરિપત્ર જારી કર્યો હતો, જેથી તેમને કોરોનાવાયરસની સારવારમાં ઉપાયોગી દવા અને ઇંજેક્શન્સના કાળા બજારને કાબૂમાં લેવા તાત્કાલિક પગલા ભરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. 
 છેલ્લા કેટલાક દિવસોથી રેમેડેસિવિરના કાળા બજારના સમાચાર છે.  આ પૃષ્ઠભૂમિ પર મીડિયાના સવાલોના જવાબ આપતાં અસલમ શેખે કહ્યું હતું કે, દવા માટે દરદીઓને આધારકાર્ડ બતાવવું ફરજિયાત નથી, પરંતુ હોસ્પિટલોમાં એવા દરદીઓનો રેકોર્ડ રાખવો જરૂરી છે જેમને તેમના આધારકાર્ડની સાથે રેમેડિસિવીરનો ડોઝ આપવામાં આવ્યો છે.  જો તેમ નહીં થાય તો તેની સામે તાત્કાલિક ફોજદારી કેસ નોંધવામાં આવશે, એમ શેખે જણાવ્યું હતું સેન્ટ્રલ ડ્રગ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ (સીડીએસસીઓ) એ રાજ્યના ડ્રગ એડમિનિસ્ટ્રેશન્સને કોરોનાવાયરસની સારવારમાં રેમેડેસિવિર ઇંજેક્શન્સના કાળા બજારને કાબૂમાં લેવા તાત્કાલિક પગલા ભરવાના નિર્દેશ આપતો આદેશ બહાર પાડ્યો હતો.
Published on: Sat, 11 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer