સૌરાષ્ટ્રનો સ્ટાર બૅટ્સમૅન શેલ્ડન જેક્શન હવે પોંડુચેરી તરફથી રમશે

સૌરાષ્ટ્રનો સ્ટાર બૅટ્સમૅન શેલ્ડન જેક્શન હવે પોંડુચેરી તરફથી રમશે
રાજકોટ, તા. 12 : સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમને રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર સ્ટાર મીડલ ઓર્ડર બેટ્સમેન શેલ્ડન જેક્શને નવી ડોમેસ્ટિક સિઝનમાં પોંડુચેરી તરફથી રમશે. ગત રણજી ટ્રોફી સિઝનમાં ચેમ્પિયન સૌરાષ્ટ્ર તરફથી શેલ્ડન જેક્શને 10 મેચની 18 ઇનિંગમાં પ0.પ6ની સરેરાશથી કુલ 809 રન કર્યાં હતા. સૌરાષ્ટ્ર તરફથી 2011માં પદાપર્ણ કરનાર ભાવનગરના આ આક્રમક બેટધર શેલ્ડન જેક્શનનાં નામે પ્રથમ શ્રેણીમાં 49.42ની સરેરાશથી પ634 રન છે. જેમાં 19 સદી અને 27 અર્ધસદી છે. શેલ્ડન જેક્શનને પોંડુચેરી તરફથી રમવા માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. તરફથી નો ઓબ્જેકશન સર્ટીફિકેટ મળી ગયું છે. 
એસીએના મોભી નિરંજન શાહ, પ્રમુખ જયદેવ શાહ અને સેક્રેટરી હિમાંશુ શાહે શેલ્ડન જેક્શનના નિર્ણયનું સન્માન કરીને આગળની કારકિર્દીમાં સફળ રહેવાની શુભેચ્છા આપી છે. 33 વર્ષીય જેક્શને કહ્યંy છે કે સૌરાષ્ટ્રની ટીમ માટેની મારી અત્યાર સુધીની સફર શાનદાર રહી. મારા સારા અને ખરાબ સમયે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. મારી પડખે ઉભું રહ્યંy. મારા માટે આ નિર્ણય લેવો આસાન ન હતો. 
Published on: Mon, 13 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer