હિમા દાસને અૉલિમ્પિકમાં ક્વોલિફાઇ થવાનો વિશ્વાસ

હિમા દાસને અૉલિમ્પિકમાં ક્વોલિફાઇ થવાનો વિશ્વાસ
નવી દિલ્હી, તા.12: મહિલા દોડ ખેલાડી હિમા દાસ હજુ સુધી ઓલિમ્પિકમાં ક્વોલિફાઇ ન કરવાથી ચિંતિત નથી. તેનું માનવું છે કે કોવિડ-19 બાદ સ્થિતિ સામાન્ય થતાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ શરૂ થશે અને તે ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાઇ થવાનું લક્ષ્ય પૂરું કરી લેશે. કોરોનાને લીધે હાલ તમામ પ્રકારની ઓલિમ્પિક ક્વોલિફાઇ માટેની એથ્લેટિક્સ સ્પર્ધાઓ 30 નવેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. હિમા દાસ ગયા વર્ષે યુવા વિશ્વ ચેમ્પિયનશિપમાં 400 મીટરની દોડ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતનારી પહેલી ભારતીય મહિલા ખેલાડી બની હતી. તે ટોકયો ઓલિમ્પિકમાં 400 કે 200 મીટરની રેસમાં ક્વોલિફાઇ થવા માંગે છે. તેણીએ આઉટડોર પ્રેક્ટિશ શરૂ કરી દીઘી છે.

Published on: Mon, 13 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer