કૉન્ટ્રાક્ટરને હાંકી કાઢ્યા બાદ એમએમઆરડીએએ મેટ્રોનું કામ વધુ ઊંચા દરે ફાળવ્યું

મુંબઈ, તા. 12 : મુંબઇ મેટ્રો-7 (દહિસર પૂર્વથી અંધેરી પૂર્વ) નું કામ વિલંબથી કરવા બદલ કૉન્ટ્રાક્ટરને બરતરફ કરાયાના મહિનાઓ પછી, મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા બાકીનાં કામોના કૉન્ટ્રાક્ટ અંદાજ કરતા વધુ કિંમતે આપવામાં આવ્યાનું બહાર આવ્યું છે.  ફેબ્રુઆરી 2020 માં, એમએમઆરડીએએ 6.25 કિ.મી. વાયડક્ટ અને ચાર સ્ટેશન કામો માટે બે અલગ-અલગ ટેન્ડર બહાર પાડીને બીડ મગાવી હતી. 
એમએમઆરડીએના અંદાજ પ્રમાણે વાયડક્ટ કામોનું મૂલ્ય ? 149.45 કરોડ હતું, જે કામ કુમાર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડને 174.76 કરોડમાં આપવામાં આવ્યા હતા, જે અંદાજિત ખર્ચ કરતાં 16.93ટકા વધારે છે.  સ્ટેશનનાં કામો માટે અંદાજે ? 103.89 કરોડનો ખર્ચ હતો, જે એનસીસી લિમિટેડને 127.78 કરોડના ખર્ચે એનાયત કરાયો હતો, જે અંદાજિત ખર્ચ કરતા 22.9ટકા વધારે છે. 
એમએમઆરડીએના જોઇન્ટ મેટ્રોપોલિટન કમિશનર બી.જી. પવારે જણાવ્યું હતું કે, વિડિયો કૉન્ફરન્સિગ દ્વારા બેઠક યોજાયા બાદ આ કામો એનાયત કરવામાં આવ્યાં હતાં.  કૉન્ટ્રાક્ટરોએ પણ જમીન પર કામ શરૂ કરી દીધું છે. જે કુમારને સેવરીવર્લી એલિવેટેડ કોરિડોરના કામો પણ એનાયત કરવામાં આવ્યા છે, જેને તાજેતરમાં સીઆરઝેડને મંજૂરી મળી છે.   
એમએમઆરડીએએ જણાવ્યું છે કે કંપનીઓને કામોની ધીમી પ્રગતિ અંગે અનેક નોટિસ અને પત્રો આપવામાં આવ્યા હતા.  ઓથોરિટીએ મેટ્રો -2 બી (ડી.એન.નગરથી મંડાલે) ની ધીમી પ્રગતિને લઈને આરસીસી-એમબીઝેડનો કૉન્ટ્રાક્ટ પણ પરત લઇ લીધો છે. 
Published on: Mon, 13 Jul 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer