ઈમારતોના પ્રકલ્પોમાં છૂટછાટ આપતી 100 ફાઈલો આયુક્તે મંજૂર કરી

મુંબઈ, તા. 12: મુંબઈમાં ગત 22મી માર્ચથી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું પછી વિવિધ રિઅલ્ટી પ્રકલ્પો માટે છૂટછાટો માગતી 100 જેટલી ફાઈલો પાલિકા આયુક્ત ઈકબાલસિંહ ચહલની કચેરીમાં પેન્ડિંગ હતી. તેને ગત સપ્તાહે કલીયર કરવામાં આવ આવી છે. આમ છતાં હજી 120 ફાઈલો મંજૂરીની રાહ જોવાય છે. આ છૂટછાટોને મંજૂરી અપાય પછી ઈમારતોના પ્લાનને અમલમાં મૂકી શકાય.
બૃહન્મુંબઈ ડેવલપર્સ ઍસોસિયેશનના ઉપપ્રમુખ હરીશકુમાર જૈને જણાવ્યું છે કે ઈમારતોના 99 ટકા પ્રસ્તાવોમાં કન્સેશન ખુલ્લી જગ્યાની શરતના પાલનમાં છૂટછાટ અંગેના હોય છે. આ કન્સેશનો પ્રકલ્પને ટકાઉ બનાવવા અને એફ.એસ.આઈ. માટે આવશ્યક હોય છે. ફેજીબલ એફ.આઈ.એસ.ની મદદથી પરાંમાં પુનર્વિકાસના પ્રકલ્પો 2.7થી 3.4 એકમ જેટલી એફ.એસ.આઈ.નો ઉપયોગ કરી શકે છે. જ્યારે મુંબઈ શહેરમાં ફેજીબલ એફ.એસ.આઈ. વડે ચાર એફ.એસ.આઈ. પ્રાપ્ત કરી શકાય છે.
આર્કિટેક વિલાસ નાગલકરે કહે છે કે પાર્કિંગની ઉણપ અંગેનું કન્સેશન પણ અગત્યનું છે. કેટલાંક પ્રકલ્પોમાં બધા ફલેટો માટે પાર્કિંગની સગવડ આપવાનું શક્ય હોતું નથી. તેના માટે પણ કન્સેશનની જરૂર પડે છે. પગથિયા માટે એફએસઆઈ આયુક્તની પરવાનગી વિના પ્રાપ્ત થતી નથી. જોકે આ ટુટીન બાબત છે. વર્તમાન સમયમાં બધી ફાઈલ કમિશનર પાસે જાય છે. જોકે નિયમો બદલવામાં આવે તો રાબેતા મુજબની છૂટછાટોને ઝોનલ લેવલ ઉપર જ મંજૂરી મળી જાય.
ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટીએ તાજેતરમાં જ પેન્ડિંગ ફાઈલનો ઈસ્યુ ઉઠાવ્યો હતો. શેટ્ટીએ કમિશનરને લખ્યું હતું કે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાબેતા મુજબની છૂટછાટ ચીફ એન્જિનિયર (ડેવલપમેન્ટ પ્લાન) અથવા એક્ઝીક્યુટિવ એન્જિનિયરને આપવામાં આવવી જોઈએ.
જૈને જણાવ્યું હતું હતું કે કોરોનાના રોગચાળાને લીધે બાંધકામ પ્રવૃત્તિ ઠપ્પ થઈગઈ છે. હવે કામદારો મેળવવાનો પડકાર છે.
Published on: Mon, 13 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer