66 દિવસમાં એક લાખ ટન કાંદાની નિકાસ

66 દિવસમાં એક લાખ ટન કાંદાની નિકાસ
મુંબઈ, તા 12 : લૉકડાઉનને કારણે ખેતપેદાશને ભાવ અને ગ્રાહકો મળશે કે નહીં એની ચિંતા કરી રહેલા કાંદાના ઉત્પાદકોને મધ્ય રેલવેનો સહારો મળ્યો છે. છેલ્લા 66 દિવસમાં રેલવેની માલગાડી દ્વારા રાજ્યથી 1.262 લાખ ટન કાંદાની નિકાસ બાંગ્લાદેશમાં કરવામાં આવી છે. આ અભિયાનને કારણે રાજ્યના કાંદા ઉત્પાદકોએ રાહતનો શ્વાસ લીધો છે. વિદેશ મંત્રાલય દ્વારા આવશ્યક વસ્તુઓની હેરફેર માટે રેલવેએ બાંગ્લાદેશમાં કાંદાની નિકાસ શરૂ કરી. નાશિક સહિત ખેરવાડી, નિફાડ, લાસલગાંવ અને મનમાડ સ્ટેશન ઉપરાંત સોલાપુર, યેવલેથી કાંદા માલગાડીમાં ભરવામાં આવતા હતા.   
છઠ્ઠી મેથી 10 જુલાઈ દરમ્યાન પંચાવન ગુડ્સ ટ્રેનથી લાસલગાંવથી દર્શના રૂટ પર પહેલી ટ્રેન રવાના થઈ. મે મહિનામાં 27, જૂનમાં 23 અને જુલાઈમાં પાંચ ગુડ્ઝ ટ્રેન દ્વારા કાંદા રવાના કરવામાં આવ્યા હોવાનું મધ્ય રેલવેના ચીફ પીઆરઓ શિવાજી સુતારે જણાવ્યું હતું. 55 ટ્રેનોમાંથી મનમાડથી 13, નિફાડથી 11, યેવલેથી 10, ખેરવાડીથી આઠ, નાશિકથી સાત, લાસલગાંવથી પાંચ અને કોપરગાંવથી એક માલગાડી રવાના થઈ હતી.  

Published on: Mon, 13 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer