રાજ્યમાં ફરી 7,500થી વધારે નવા દર્દી મળ્યા, મરણાંક 10,289

રાજ્યમાં ફરી 7,500થી વધારે નવા દર્દી મળ્યા, મરણાંક 10,289
મુંબઈમાં 1263નો ટેસ્ટ પૉઝિટિવ અને 1441ને રજા અપાઈ  
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 11 : આજે શહેરમાં કોરોનાના 1263 નવા દર્દી મળ્યા હતા. આજે 44 મરણ નોંધાયાં હતાં. કુલ દર્દીની સંખ્યા 92,720 થઈ હતી. આજે મુંબઈમાં 44 દર્દીનું મરણ થયું હતું. મહાનગરમાં કોરોનાએ કુલ 5285 લોકોનો ભોગ લીધો છે. મૃતકોમાં 32 દર્દીને કોરોના ઉપરાંત બીજી બીમારી પણ હતી. 32 જણની વય 60ની ઉપર હતી. 8 દર્દી 40થી 60 વષર્ની વચ્ચેના હતા. ચાર મૃતકોની વય 40 વર્ષથી નીચે હતી. મૃતકોમાં 29 પુરુષ અને 15 દર્દી મહિલા હતા.
મુંબઈમાં મરણાંક 5285નો થયો છે. આજે આનંદની વાત એ હતી નવા દર્દીની સરખામણીમાં  સાજા થનારા દર્દી ઘણા વધારે હતા. આજે 1441 દર્દી સાજા થતા તેમને ઘરે જવાની રજા અપાઈ હતી. કુલ 64,872 દર્દી સાજા થયા છે. મુંબઈમાં રીકવરી રેટ વધીને 70 ટકા થયો છે. પાંચ જુલાઈથી 11 જુલાઈનો વૃદ્ધિદર 1.39 ટકાનો છે. મુંબઈમાં ડબાલિંગ રેટ 50 દિવસનો છે. મુંબઈમાં 22,556 સક્રિય દર્દી છે. મુંબઈમાં 3,91,222 ટેસ્ટ કરાઈ છે.  
રાજ્યમાં કોરોનાની કટોકટી ઘેરી બનતી જાય છે. આજે તો 7827 જેટલા નવા દર્દી શોધી કઢાયા હતા. ગઈકાલે ચોવીસ કલાકમાં કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવવાની સૌથી મોટી સંખ્યા (8139) નોંધાય હતી. છેલ્લાં કેટલાંય દિવસથી 5000થી વધારે પેશન્ટ મળવાનો સિલસિલો ચાલુ છે. આજે રાજ્યમાં કોરોનાને લીધે 173 દર્દીના મૃત્યુ નોંધાયા હતા.  મરણાંક 10,289 થયો છે.  રાજ્યમાં મૃત્યુદર 4.4 ટકા થયો છે. રાજ્યમાં 1,03,516 સક્રિય દર્દી છે. આજે સારા સમાચાર એ છે કે 3340 દર્દીને રજા  અપાઈ હતી. કુલ 1,40,325 દર્દીને રજા અપાઈ છે. રીકવરી રેટ 55.15 ટકા છે. રાજ્યમાં કુલ 2,54,427 દર્દી છે. 
રાજ્યમાં 6,86,150 લોકો ઘરે ક્વૉરેન્ટાઈન થયા છે. જ્યારે 47,801 લોકો ઈન્સ્ટિટયુશનલ ક્વૉરેન્ટાઈન થયા છે. આજે થાણમાં છ થાણે મહાનગરપાલિકામાં 22 મૃત્યુ નોંધાયા છે.
Published on: Mon, 13 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer