બિલ્ડરોને રાહત આપતો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો

બિલ્ડરોને રાહત આપતો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો
નવી દિલ્હી, તા. 12 : નોઈડા અને ગ્રેટર નોઈડાનાં રીયલ એસ્ટેટ ડેવલપરોને એક મોટી રાહતમાં સુપ્રીમ કોર્ટે વિલંબિત ચૂકવણીની પેનલ્ટી એસબીઆઈનાં માર્જીનલ કોસ્ટ અૉફ લેન્ડિંગ રેટ (એમસીએલઆર) સાથે જોડવાનો આદેશ ઉત્તર પ્રદેશમા સત્તાવાળાઓને આપ્યો છે. જેની શરૂઆત જાન્યુઆરી, 2010થી ગણવામાં આવશે.
જોકે આ આદેશ નોઈડા અને ગ્રેટર નોઈડાના સત્તાવાળા માટે છે પરંતુ તેની વ્યાપક અસર થશે કારણ કે કોર્ટે એસબીઆઈ એચસીએલઆરને વ્યાજના દર માટે બેન્ચ માર્ક બનાવ્યું છે.
ન્યાયમૂર્તિ અરુણ મિશ્રા અને ન્યાયમૂર્તિ યુ. યુ. લલિતની બેન્ચે આપેલા આ આદેશથી બીલ્ડરો પરનો બોજો ઘટશે, તેમની બાકી ચૂકવણી કરી શકશે અને સત્તાવાળાઓ તરફથી કમ્પલીશન સર્ટિફિકેટ મેળવી શકશે.
કેટલાક કેસમાં પીનલ વ્યાજ વધીને 20 ટકા જેટલો થતો હતો તેમાં હવે ડેવલપરોને ઘણી ઓછી રકમ ચૂકવવી પડશે અને જે પણ છેલ્લા 10 વર્ષ માટે હાલ એસબીઆઈ એચસીએલઆર ત્રણ વર્ષ માટેની લોન માટે 7.3 ટકા છે. આમ છતાં બિલ્ડરોએ 25 ટકા રકમ ત્રણ મહિનાની અંદર અને બાકીની બધી રકમ એક વર્ષની અંદર ચૂકવવી પડશે, એવા આદેશ પણ કોર્ટે આપ્યો હતો.
કોર્ટે નોંધ્યું હતું કે નોઈડા અને ગ્રેટર નોઈડા સત્તાવાળાઓએ 2005થી 114 પ્લોટ વિવિધ હાઉસીંગ સોસાયટીઓને ફાળવ્યા હતા પરંતુ 60 ટકાથી વધુ પ્રોજેક્ટ હજી પૂરા થયા નથી.
Published on: Mon, 13 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer