હવે પ્લાઝમાનું ગેરકાયદે વેચાણ શરૂ

હવે પ્લાઝમાનું ગેરકાયદે વેચાણ શરૂ
મુંબઈ, તા. 12 : કોરોનાના દર્દીઓની સારવારમાં પ્લાઝમા થેરેપી મદદરુપ હોય તો પણ રાજ્યમાં આ થેરેપી માટે હજી સુધી ચોક્કસ નિયમાવલી જાહેર થઇ નથી. તેથી પ્લાઝમાનું પણ વેચાણ થઇ રહ્યું હોવાના આઘાતજનક બનાવ સામે આવી રહ્યા છે. દિલ્હીમાં પ્લાઝમાનું  વેચાણ થઇ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. પૈસા ચુકવવાની તૈયારી હોય તો પ્લાઝમાદાતાને દિલ્હીથી મુંબઈ પણ મોકલવામાં આવે છે. આ પ્લાઝમા માટે 80000 રુપિયા ચૂકવવા પડે છે. 
પ્રવાસનો ખર્ચ દર્દીએ કરવો પડે છે. કોરોનામુક્ત થયેલા કેટલાક બેરોજગાર યુવાનોએ પ્લાઝમા વેચવાનો માર્ગ અપનાવ્યો છે. ગાડી મોકલવાની અથવા પ્રવાસખર્ચ આપવાની તૈયારી હોય તો દાતાને મુંબઈ મોકલવામાં આવે છે. પ્લાઝમા દાન કરનાર યુવાન કોરોનામુક્ત હોવાથી તે પ્લાઝમા દાન કરવા માટે યોગ્ય હોવાના તબીબી પરીક્ષણો પણ તેણે અખબારને મોકલાવ્યા હતા. 
કોરોના થયેલા આ યુવાનને દિલ્હીમાં કવોરેન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. ત્યાં તેનો પરિચય કોરોનામાંથી સાજા થયેલા અન્ય યુવાનો સાથે થયો હતો. જુદા જુદા બ્લડગ્રૂપ ધરાવતા આ યુવાનો એકબીજાના સંપર્કમાં હતા. હોસ્પિટલોમાં પ્લાઝમા માટે બેથી ત્રણ લાખ રુપિયા માંગવામાં આવે છે. પૈસા ઓછા કરવાનું કહેવામાં આવતા દાતા લઇ આવવાનું કહેવામાં આવે છે. તેથી આ યુવાનોએ પ્લાઝમા દાન કરીને પૈસા કમાવવાનો માર્ગ અપનાવ્યો. 
આ યુવાનને 17મી એપ્રિલે કોરોના થયો હતો. ત્યારબાદ તે 23 દિવસ કવોરેન્ટાઇન રહ્યો હતો. 18મી મેએ તેણે ફરીથી ટેસ્ટ કરાવતા એ નેગેટિવ આવી હતી. મુંબઈમાં બાંદ્રાના હોસ્પિટલમાં જૂન મહિનામાં આ દાતાએ પ્લાઝમા ડોનેટ કર્યા હતા. તે માટે 80000 રુપીયા લીધા હતા. એ, બી, ઓ બ્લડગ્રુપ અસામાન્ય હોવાથી હોસ્પિટલોમાં એ માટે સાડાત્રણ લાખ રુપિયા લેવામાં આવે છે. આ દાતા 31 વર્ષનો છે
Published on: Mon, 13 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer