કૉસ્ટલ રોડ પરના બોગદાનું કામ ઓગસ્ટથી શરૂ કરાશે

કૉસ્ટલ રોડ પરના બોગદાનું કામ ઓગસ્ટથી શરૂ કરાશે
મુંબઈ, તા 12 : કૉસ્ટલ રોડ પ્રોજેક્ટના મહત્ત્વના હિસ્સા એવા અંડરગ્રાઉન્ડ ટનલના બાંધકાની તૈયારી શરૂ કરવામાં આવી છે. બોગદું બનાવવા માટે ઉપયોગમાં લેવાનારા લોન્ચિગ શાફ્ટને બનાવાઈ રહ્યુ છે જે જુલાઈના અંત સુધીમાં તૈયાર થાય એવી શક્યતા છે. એટલે ઓગસ્ટથી બોગદાનું ખોદકામ શરૂ થશે. 
રસ્તા, પૂલ, બોગદા જેવા વિવિધ માર્ગે મરિન ડ્રાઇવથી કાંદિવલી સુધીનો 35 કિલોમીટરની લંબાઈ ધરાવતો કોસ્ટલ રોડ છે. આ રસ્તાનું પહેલા તબક્કાનું પ્રિન્સેસ સ્ટ્રીટથી વરલી સુધીના 10 કિલોમીટરનું કામ પૂરૂં થયું છે. 
હવે જમીન અંદરના બોગદાના કામની શરૂઆત કરવામાં આવી છે. કુલ 12 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટમાં બોગદા માટે 1500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. મલબાર હિલના પ્રિયદર્શિની પાર્કથી ગિરગામ ચોપાટી સુધી, બે કિલોમીટર આવવા-જવા માટે બે બોગદા બનાવવામાં આવશે. 12.9 મીટર (40 ફૂટ) વ્યાસના દરેક બોગદા મલબાર હિલ ખાતે હૈદરાબાદ એસ્ટેટ ઉદ્યાન, મલબાર હિલ જળાશય નીચેથી થઈ ગિરગામ ચોપાટીથી બહાર નીકળશે. ગિરગામ ચોપાટી ખાતે 20 મીટર નીચે તો મલબાર હિલ ખાતે 70 મીટર જમીન નીચેથી આ બોગદું પસાર થશે. 
12.20 વ્યાસના ટીબીએમ મશીન દ્વારા બોગદાનું ખોદકામ કરાશે. જુલાઈના અંત સુધીમાં શાફ્ટનું કામ પૂરૂં થયે ઓગસ્ટમાં 25 મીટર નીચે બેઝ સ્લેબનું કામ શરૂ થશે. ત્યાર બાદ ટીબીએમ બોગદામાં ઉતારવામાં આવશે. ઓક્ટોબર સુધીમાં ખોદકામ પૂરૂં કરી ટીબીએમ ગિરગામ ચોપાટીથી બહાર નીકળશે. નવેમ્બરથી બોગદાની અંદરનું કામ શરૂ કરાશે. એક બોગદાનું બાંધકામ પૂરૂં કરતા આઠ મહિના જેટલો સમય લાગશે. એટલે બંને બોગદાનું કામ પૂરૂં કરતા દોઢ વરસનો સમય લાગશે, એમ કોસ્ટલ રોડ પ્રોજેક્ટના ચીફ એન્જાનિયર વિજય નિઘોટે જણાવ્યું હતું. 
Published on: Mon, 13 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer