કોરોના રાજભવનમાં પહોંચ્યો રાજ્યપાલ કોશિયારીનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો

કોરોના રાજભવનમાં પહોંચ્યો રાજ્યપાલ કોશિયારીનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો
મુંબઈ, તા. 12: રાજભવનના 18 કર્મચારીઅનો કોરોના ટેસ્ટ પોઝિટવિ આવતાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ પોતે પરીક્ષણ કરાવ્યું છે. પરંતુ તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. રાજ્યપાલે એક નિવેદનમાં કહ્યું હતું કે હું એકદમ સ્વસ્થ છું. મારો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. મને કોરોનાના કોઈ લક્ષણો નથી. હું માસ્ક પહેરીને અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળીને મારી ફરજ બજાવું છું, હું સેલ્ફ આઈસોલેશનમાં નથી. પાલિકાના `ડી' વોર્ડ રાજભવનની વારંવાર સેનિટાઈઝ કર્યું છે.
જે.જે. હૉસ્પિટલમાં શનિવારે રાજ્યપાલની કચેરીના 100 જેટલા સ્ટાફ સભ્યોના કોરોના ટેસ્ટ કરાયા હતા તેમાંથી 14ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.  પાલિકાએ રાજભવનમાં સ્ટાફ કવાર્ટર્સ અને રાજ્યપાલની કચેરીને સીલ કરી દીધી છે અને આ જગ્યાએ સેનેટિઝેશન હાથ ધર્યું છે. 
અધિકારીએ ઉમેર્યું,  રાજ્યપાલના આવાસને સીલ કરી શકાતા નથી, પરંતુ અમે સ્ટાફ ક્વાર્ટર્સ પર મહોર મારી દીધી છે અને સ્ટાફના સભ્યો સારવાર હેઠળ હોવાથી રાજ્યપાલની ઓફિસ આઠ દિવસ માટે બંધ રહેશે.
Published on: Mon, 13 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer