રાજયમાં ફરી મળ્યા 10,000થી વધારે દર્દી, મરણાંક 15,000ની નજીક

રાજયમાં ફરી મળ્યા 10,000થી વધારે દર્દી, મરણાંક 15,000ની નજીક
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 31 : મુંબઈમાં કોરોના કાબુમાં આવતો જાય છે. મુંબઈમાં સરાસરી વૃદ્ધિદર એક ટકા (0.93)થી પણ નીચે ઊતરી ગયો છે. કોરોના મુંબઈમાં નિયંત્રણમાં આવી રહ્યો છે એનો બીજો સંકેત ડબલિંગ રેટ છે. આજે ડબલિંગ રેટ વધીને 76 દિવસ થયો છે. 24 વિભાગમાંથી 14 વિભાગમાં ડબલિંગ રેટ 76 દિવસથી વધારે છે. આ વિભાગમાં ડબલિંગ રેટ 79થી 166 દિવસની રેન્જમાં છે.
આજે શહેરમાં કોરોનાના 1100 નવા દર્દી મળ્યા હતા. આજે 53 મરણ નોંધાયાં હતાં. કુલ દર્દીની સંખ્યા 1,14,287 થઈ હતી. મહાનગરમાં કોરોનાએ કુલ 6,350 લોકોનો ભોગ લીધો છે. મૃતકોમાં 45 દર્દીને કોરોના ઉપરાંત બીજી બીમારી પણ હતી. 40 જણની વય 60ની ઉપર હતી. 10 દર્દી 40થી 60 વષર્ની વચ્ચેના હતા. 3 મૃતકની વય 40 વર્ષથી નીચે હતી. મૃતકોમાં 36 પુરુષ અને 17 દર્દી મહિલા હતા.
મુંબઈમાં મરણાંક 6,350નો થયો છે. આજે 689 દર્દી સાજા થતા તેમને ઘરે જવાની રજા અપાઈ હતી. કુલ 87,074 દર્દી સાજા થયા છે. મુંબઈમાં રીકવરી રેટ વધીને 76 ટકા થયો છે. 24 જુલાઈથી 30 જુલાઈનો વૃદ્ધિદર 0.92 ટકાનો છે. મુંબઈમાં ડબાલિંગ રેટ 76 દિવસનો છે. મુંબઈમાં 20,569 સક્રિય દર્દી છે. મુંબઈમાં 5,26,982 ટેસ્ટ કરાઈ છે અને આમાંથી 1,14,287  લોકોની ટેસ્ટ પૉઝિટિવ આવી છે.  
રાજ્યમાં કોરોનાની કટોકટી ઘેરી બનતી જાય છે. ગઈ કાલે 24 કલાકમાં સૌથી વધારે કેસ મળવાનો વિક્રમ નોંધાયો હતો. ગઈ કાલે  11,147 જેટલા નવા દર્દી શોધી કઢાયા હતા. આજે 10,320 નવા દર્દી મળ્યા હતા. આજે રાજ્યમાં કોરોનાને લીધે 265 દર્દીના મૃત્યુ નોંધાયા હતા. મરણાંક 14,994 થયો છે. રાજ્યમાં મૃત્યુદર 3.55 ટકા થયો છે. રાજ્યમાં 1,50,662 સક્રિય દર્દી છે. આજે 7,543 દર્દીને રજા અપાઈ હતી. કુલ 2,56,158 દર્દીને રજા અપાઈ છે. રીકવરી રેટ 60.68 ટકા છે. રાજ્યમાં કુલ 4,22,118 દર્દી નોંધાયા છે. 
રાજ્યમાં 8,99,557 લોકો ઘરે ક્વૉરેન્ટાઈન થયા છે. જ્યારે 39,535 લોકો ઈન્સ્ટિટયુશનલ ક્વૉરેન્ટાઈન થયા છે. આજે થાણે 12, થાણે પાલિકા 13, કલ્યાણ-ડોંબીવલી 13, મીરા-ભાઈંદર મહાનગરપાલિકા 4 અને નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 8 મરણ નોંધાયા હતા. રાજ્યમાં 21,30,098 ટેસ્ટ કરાઈ છે અને આમાંથી 4,22,118 ટેસ્ટના પરિણામ પૉઝિટિવ આવ્યા છે. પૉઝિટિવિટી રેટ 19.81 ટકા છે.
Published on: Sat, 01 Aug 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer