અક્ષયકુમારે જાહેર કરી આગામી ફિલ્મ `રક્ષાબંધન''

અક્ષયકુમારે જાહેર કરી આગામી ફિલ્મ `રક્ષાબંધન''
ભાઇબહેનના તહેવાર રક્ષાબંધને અભિનેતા અક્ષયકુમારે પોતાની આગામી ફિલ્મ રક્ષાબંઘનની આનલાઇન જાહેરાત કરી છે તથા તેનો ફર્સ્ટ લૂક પણ જાહેર કર્યો છે. આનંદ એલ. રાય દિગ્દર્શિત રક્ષાબંધનનું શાટિંગ આવતા વર્ષે શરૂ થશે અને 2021ની પાંચમી નવેમ્બરે તે રજૂ થશે. અક્ષયએ કહ્યું હતું કે, આ ફિલ્મની કથા પ્રેક્ષકોના હૃદયને સ્પર્શશે. જીવનમાં ભાગ્યે જ આવી કથા સાંભલવા મળે છે જે હૃદયને સપર્શી જાય. આથી જ મેં ઝાઝો વિચાર્ કર્યા વગર જ ફિલ્મ સ્વીકારી લીધી હતી. આ ફિલ્મની કથા તમને હસાવશે અને રડાવશે પણ તથા બહેનો ધરાવનાર કેટલા ભાગ્યશાળી હોય છે તેની પ્રતીતિ પણ કરાવશે. હું આ ફિલ્મ મારી બહેન અલ્કા તથા વિસ્વના તમામ ભાઇબહેનોને અર્પણ કરું છું. 
નોંધનીય છે કે, આનંદ એલ. રાયની સાથે અક્ષયની બહેન અલ્કા પણ રક્ષાબંધનની સહનિર્માત્રી છે. રાયની બીજી એક ફિલ્મ અતરંગી રેમાં પણ અક્ષય છે અને તેનું શાટિંગ ઓકટોબર મહિનાથી શરૂ થશે.
Published on: Tue, 04 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer