સેન્ટ્રલ બૅન્ક અૉફ ઈન્ડિયાએ જૂન ત્રિમાસિક નફાનો દોર જાળવી રાખ્યો

અસ્કયામતની ગુણવત્તા સુધરી
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 11 : બેન્ક સેંટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાએ જૂન 2020માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના કોન્સોલિડેટેડ નફામાં 21 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. નફો વધીને  રૂ. 147.21 (રૂ. 121.61) કરોડ છે. 
કુલ સંગઠિત આવક વધીને રૂ. 6,751.86 ( 6,518.37) કરોડની થઈ છે. 
સ્ટેન્ડઅલોન ધોરણે જૂન ત્રિમાસિકનો ચોખ્ખો નફો 14.5 ટકા વધીને રૂ. 135.43 (રૂ. 118.33) કરોડનો અને આવક વધીને રૂ. 6726.68 (રૂ. 6493.55) કરોડની થઈ છે. માર્ચ ત્રિમાસિકમાં બેન્કને રૂ. 1,529.07 કરોડની ખોટ થઈ હતી. 
બેંક પ્રવક્તાએ કહ્યું કે 30 જૂન, 2020 પ્રમાણે બેન્કના ડૂબતાં લેણાની ટકાવારી ઘટીને 18.10 ટકા (19.93 ટકા) થઈ હોવાથી બેન્કની અસ્કયામતની ગુણવત્તામાં સુધારો જોવાયો છે. 
ચોખ્ખા ડૂબેલા લેણાનો રેશિયો ઘટીને 6.76 ટકા (7.98 ટકા) થયો છે. આને કારણે બેન્કને ડૂબેલા લેણાં અને કન્ટીન્જન્સી માટેની જોગવાઈમાં ઘટાડો કરવામાં મદદ મળી છે. બેન્કે આ માટે રૂ. 974.64 (રૂ. 1034.78) કરોડની જોગવાઈ કરી હતી. 
સ્ટેન્ડએલોન ધોરણે વ્યાજની ચોખ્ખી આવક 19.8 ટકા વધીને રૂ. 2,145.3 (રૂ. 1,790 ) કરોડની થઈ હતી. વ્યાજનો ચોખ્ખો ગાળો સુધરીને 3.08 ટકા (2.62 ટકા) થયો હતો. 
જે ખાતામાં કોવિડ-19ને કારણે મોરેટોરિયમ લંબાવાયું હતું તેવા એસએમઈ ખાતા માટે બેન્કે જૂન ત્રિમાસિકમાં રૂ. 161.75 કરોડની જોગવાઈ કરી હતી. કુલ જોગવાઈ રૂ. 305 કરોડની હતી. પ્રોવિઝન કવરેજ રેશિયો વધીને 79.12 ટકા (76.85 ટકા ) થયો હતો. 
Published on: Wed, 12 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer