વિશ્વમાં હીરાની માગ વધશે તો દેશનાં લાખો લોકોને રોજગાર મળશે : હાર્દિક હુંડિયા

મુંબઈ, તા. 11 : દેશની દરેક વ્યક્તિ હિરાનાં અલંકાર પહેરે તેવી ઉચ્ચ ભાવનાઓની સાથે ઇન્ટરનેશનલ ડાયમંડ ડે નાં પ્રણેતા - અધ્યક્ષ હાર્દિક હુંડીયાએ જણાવ્યું કે વિશ્વમાં હીરા ઉત્પાદનમાં ભારત પ્રથમ સ્થાન પર છે . વિશ્વમાં ભારતનાં હીરા ઉદ્યોગનો વિકાસ થાય તે માટે સરકાર દ્વારા ભારત ડાયમંડ બુર્સનાં નિર્માણ માટે બાંદ્રા ખાતે જગ્યા આપવામાં આવી. 
અહીં એશિયા નું સૌથી વિશાળ બીડીબી કાર્યરત છે. ઇન્ટરનેશનલ ડાયમંડ ડેનો આ વિચાર આપણાં સૌ માટે જરૂર નવો છે પરતું એક દિવસ વિશ્વ આ દિવસને ઉજવશે એમ જણાવતા હાર્દિક જી હુંડીયા એ કહ્યું કે કોરોનાની મહામારીનાં આ સમયે દેશની જનતા  દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક હાકલ પર કોરોનાની સામે લડાઈ લડી રહી છે અને દરેક નાગરિક કોરોના યોધ્ધા છે.  
12મી ઓગસ્ટ ઈન્ટરનેશનલ ડાયમંડ ડેનાં દિવસે 12 મહાનુભાવોનું સન્માન ઓનલાઇન કરવામાં આવશે.  તેમાં હિરા બજારનાં મેન ઓફ ધી મિલેનીયમ ભરત શાહ, ઇન્ડિયન બુલિયનનાં અધ્યક્ષ અને ગોલ્ડકીંગ પૃથ્વીરાજ કોઠારી, વરિષ્ઠ ધારાશાસ્ત્રી પદ્મશ્રી ઉજ્જવલ નિકમ , ડી. આર. આઈનાં વરિષ્ઠ અધિકારી સમીર વાનખેડે , ધ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનાં પૂર્વ અધ્યક્ષ કૌશિક મહેતા , ભારત ડાયમંડ બુર્સ નાં નિર્માણ કાર્યના અગ્રણી કમલેશ ઝવેરી અને  ધારાશાસ્ત્રી રિઝવાન મરચન્ટનો સમાવેશ થાય છે.  
તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહ સાથે વેપારીઓની મુલાકાત કરાવી ને હિરા બજારનાં હિત માં ઉલ્લેખનીય કાર્ય કરનાર મુકેશ ગઢવી ,  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘારાવાહિકના નિર્માતા આશિત મોદી , ભારતીય હિરાઉધ્ધોગની પ્રતિષ્ઠિત કંપની બી. અરુણ કુમાર એન્ડ કંપનીનાં સ્થાપક સ્વ.અરુણ ભાઈ મહેતા , ઓલ ઇન્ડિયા વિશ્વ હિન્દુ પરિષદનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આનંદશંકર પંડ્યા , બ્લુસ્ટાર ડાયમંડનાં આશિત મહેતા એમ આ 12 મહાનુભાવોનું `કોહિનૂર ઓફ ડાયમંડ`થી સમ્માનિત કરવામાં આવશે. હાર્દિક હુંડીયાનું કહેવું છે કે દેશમાં હીરાની માંગ વધશે તો તેને પગલે હિરા ક્ષેત્રમાં વધુ લોકોને રોજગાર મળશે.
Published on: Wed, 12 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer