નિયોજેન કેમિકલના જૂન ત્રિમાસિકમાં આવક, નફો વધ્યા

મુંબઈ, તા. 11 : સ્પેશિયાલિટી કેમિકલ્સ બનાવતી કંપની નિયોજેન કેમિકલ્સનો  જૂન 2020માં પૂરા થયેલા પહેલાં  ત્રિમાસિકનો નફો  12 ટકા વધીને  રૂ. 614.67 ( રૂ. 549.12) લાખ થયો  છે. આવક 18.8 ટકા વધીને રૂ. 7674.96 (રૂ. 6453.25) લાખ  થઈ છે.    
જૂન ત્રિમાસિક દરમિયાન કે કંપનીએ કોવિડ-19ને કારણે સર્જયેલા પડકારોને નાથવા માટે વધારાનો રૂ. 94.30 લાખનો ખર્ચ કરવો પડ્યો હતો. આમ છતાં શેરદીઠ કમાણી સુધારીને રૂ. 2.63 ( રૂ. 2.35) થઈ છે.  
અધ્યક્ષ  અને મેનાજિંગ ડિરેક્ટર હરીદાસ કાનાણીએ કહ્યું કે, ``કોરોનાની  પડકારજનક પરિસ્થિતિમાં કંપનીએ ફાર્મા અને એગ્રો ઉદ્યોગના ગ્રાહકોને સર્વિસ પૂરી પાડવામાં આવી હતી. 
કાનાણીએ કહ્યું કે 20 એપ્રિલ 2020 સુધીમાં તેના ત્રણેય પ્લાન્ટ્સ શરૂ થઇ ગયા હતા. કંપનીએ પોતાની ઋણ ચૂકવણી પણ ચાલુ રાખી હતી અને કોવિડ-19 સમયગાળા બાદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂર કરાયેલ મોરેટોરીયમ પિરીયડનો લાભ લીધો ન હતો. કંપની સંતોષકારક રોકડ પ્રવાહ ધરાવે છે. તેમણે કહ્યું કે કંપનીએ દહેજ, એસઇઝેડ ખાતે ઓર્ગેનિક કેમિકલ ઉત્પાદનનું પ્રોજેક્શન કાર્ય પણ શરૂ કરી દીધું છે અને યોજના અનુસાર નાણાંકીય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિકમાં સમયસર પૂર્ણ થઇ જાય તે માટે બાંધકામ કાર્યમાં પણ ગતિ લવાશે.
Published on: Wed, 12 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer