મહારાષ્ટ્રમાં સીઈટી યોજાશે

મુંબઈ, તા. 11 : રાજ્યમાં વિવિધ વ્યવસાયિક અભ્યાસક્રમોના એડમિશન માટે લગભગ સાત લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. એમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ એન્જીનિયારિંગ અને ઔષધનિર્માણશાસ્ત્ર વિષયમાં કારકિર્દી ઘડવા ઇચ્છુક 'એમએચટી' સીઈટીના છે. આ વિદ્યાર્થીઓને પ્રવેશપરીક્ષા લીધા વગર જ એડમિશન આપવાની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ એમ ન કરતાં રાજ્ય સરકાર પ્રવેશપરીક્ષા યોજવા માગે છે. હવે આ પરીક્ષા સપ્ટેમ્બરના અંતમાં યોજાવાની શક્યતા હોવાનું જાણવા મળ્યું છે. અન્ય રાજ્યોમાં વર્તમાનમાં વિવિધ 13 પ્રવેશપરીક્ષા યોજાય છે. કોરોનાની સમસ્યા ગંભીર બની રહી હોવાથી ઉચ્ચ અને તંત્ર શિક્ષણ વિભાગે આ પરીક્ષા બે વાર આગળ ધકેલી છે. સીઈટી યોજાશે કે નહીં એ અંગેનો નિર્ણય જાહેર કર્યો નથી. આથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં પડ્યા છે. 
Published on: Wed, 12 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer