કિશોરીનું અપહરણ કરીને ચાલતી કારમાં બળાત્કાર

મુંબઈમાં નારીની સુરક્ષાનો પ્રશ્ન
મુંબઈ, તા. 11 : પંદર વર્ષની તરુણીનું અપહરણ કરીને તેના પર બળાત્કાર કરવાનો હિંસક બનાવ મુંબઈમાં બન્યો છે. આ તરુણી પર ઇસ્ટર્ન ફ્રી વે પર ચાલતી કારમાં બળાત્કાર કરાયો હતો.
પોલીસે આ સંદર્ભમાં ત્રણ જણની ધરપકડ કરી છે. આ આઘાતજનક બનાવને લીધે મુંબઈમાં મહિલાની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે.
બળાત્કારનો બનાવ 29 જુલાઈએ સવારે બન્યો હતો. કિશોરી ઘાટકોપર - માનખુર્દ લિન્ક રોડ પર સવારે ચાલીને જતી હતી ત્યારે તેનું અપહરણ કરાયું હતું. કાર તેની આગળ ઊભી રહી હતી અને ત્રણે નરાધમોએ કિશોરીને કારમાં ઘસડીને બેસાડી હતી. પછી ત્રણે નરાધમે વારાફરતી તેના પર બળાત્કાર કર્યો હતો. ગુનો આચર્યા બાદ કિશોરીને ઈસ્ટર્ન એક્સ્પ્રેસ હાઈવે પર છોડી દેવાઈ હતી. પોલીસે ગયા અઠવાડિયે એફઆઈઆર નોંધી હતી.
પોલીસે ત્રણેને માનખુર્દ-શિવાજી નગર વિસ્તારમાં શોધી કાઢયા હતા. ત્રણે પર ઇન્ડિયન પેનલ કોડની બીજી કલમો ઉપરાંત પ્રોટેકશન અૉફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સિસ (પોસ્કો) ધારો લગાડવામાં આવ્યો છે. બે જણ ઈલેક્ટ્રિશિયન અને ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. ત્રીજો બેકાર હતો. ગુનાખોરીમાં વપરાયેલી કારને ટૅક્સી પરમિટ છે. ત્રણેને 15 અૉગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મુકાયા છે. વધુ તપાસ ચાલુ છે.
Published on: Wed, 12 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer