ભારત-પાકિસ્તાનના વડા પ્રધાનોને માછીમારોની મુક્તિની નાગરિક મંડળોની અપીલ

મુંબઇ, તા. 11 : ભારત અને પાકિસ્તાનના વિવિધ નાગરિક સમાજ સંગઠનો અને અગ્રણી નાગરિકોએ સંયુક્તપણે ભારત અને પાકિસ્તાનના વડા પ્રધાનોને વિનંતી કરી છે કે, ધરપકડ કરવામાં આવેલા તમામ માછીમારો અને એકબીજાના દેશના મહિલા કેદીઓને તેમની જેલમાંથી મુક્ત કરવામાં આવે. બંને પાડોસી દેશના વડા પ્રધાનોને તેમના સ્વાતંત્ર્ય દિનના પ્રસંગે જેલમાં સબડી રહેલા માછીમારો અને મહિલાઓને  `માનવતાવાદી ધોરણે' મુક્ત કરવા જણાવ્યું છે. 
આ અપીલ પત્રમાં પાકિસ્તાન-ભારત પીપલ્સ `ફોરમ ફોર પીસ એન્ડ ડેમોક્રેસી' જેવી અગ્રણી સંસ્થાઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે; તેમ જ દક્ષિણ એશિયન ભાગીદારી (એસએપી); કાનૂની સહાય કચેરી, કરાચી; એધી ફાઉન્ડેશન; પાકિસ્તાન ફિશરફોક ફોરમ; અમન કી આશા; રાષ્ટ્રીય ફિશવર્કર્સ ફોરમ જેવી સંસ્થાઓ ઉપરાંત  અગ્રણી વ્યક્તિઓમાં એડમિરલ (આર) એલ રામદાસ, આઈએ રહેમાન, ફૈઝલ એધી, સૈયદા હમીદ, બીના સરવર, અંજુમ રાજાબલી, તીસ્તા સેતલવાડ, તેહસીન, કરમાત અલી, હયા જાહિદ, અનિસ હારૂન, તપન બોઝ, વિજયન એમ.જે., જતીન દેસાઇ સહિતનાઓના હસ્તાક્ષરો છે. 
Published on: Wed, 12 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer