આ વર્ષે માનવ પિરામિડ નહીં : દહી હંડી સમન્વય સમિતિનો નિર્ણય

આ વર્ષે માનવ પિરામિડ નહીં : દહી હંડી સમન્વય સમિતિનો નિર્ણય
મુંબઈ, તા. 11 : કોરોના વાઇરસના ઓછાયાને પગલે મહારાષ્ટ્રના તમામ દહી હંડી ગ્રુપે બુધવારે જન્માષ્ટમીની ઉજવણી માનવ પિરામિડ બનાવ્યા વિના નાના પાયે કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના 950 કરતા વધુ ગ્રુપની મુખ્ય એવી દહી હંડી ઉત્સવ સમન્વય સમિતિના અધ્યક્ષ બાળા પડાળકરે જણાવ્યું કે આ વખતે માત્ર પ્રતિકાત્મક રૂપે મટકી ફોડવામાં આવશે. 
સામાન્ય સંજોગોમાં જ્યાં મટકી બાંધવામાં આવી હોય ત્યાં જઈ ગાવિંદાઓના અનેક થરના માનવ પિરામિડ બનાવી મટકી ફોડવી એ તહેવારનું મુખ્ય આકર્ષણ ગણાય છે. પડાળકરે જણાવ્યુ કે, સમિતિના સભ્યોએ નક્કી કર્યુ છે કે સોશિયલ ડિસ્ટન્સિગ જાળવવા માનવ પિરામિડ બનાવવામાં નહીં આવે. પરંતુ તમામ સાવચેતીનાં પગલાં સાથે પ્રતિકાત્મક રૂપે મટકી ફોડવામાં આવશે. 
જોકે તહેવારની ઉજવણીમાં કોઈ ફરક નહીં પડે. આ વરસે મહામારીને ધ્યાનમાં રાખી બ્લડ ડોનેશન કેમ્પ, પ્લાસ્ટિકના કચરાના કલેક્શનનું અભિયાન જેવા કાર્યક્રમોનું આયોજન કરાશે.
Published on: Wed, 12 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer