ભાજપના આશિષ શેલાર રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવારને મળતાં રાજકીય અટકળોમાં તેજી

ભાજપના આશિષ શેલાર રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવારને મળતાં રાજકીય અટકળોમાં તેજી
મુંબઈ, તા. 11 : એક બાજુ રાજ્યમાં કોરોના કટોકટી નિર્માણ થઈ છે. બીજી બાજુ રાજ્યના રાજકારણમાં પણ ગરમાટો છે. ભાજપ દાવો કરે છે કે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના 12 વિધાનસભ્યો ભાજપમાં જોડાશે. બીજી તરફ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ દાવો કરે છે કે ભાજપમાં ગયેલા રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા ઘરવાપસી કરશે. આવા આરોપ- પ્રત્યારોપના માહોલમાં ભાજપના નેતા આશિષ શેલારે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવારની મુલાકાત લીધી હતી. આ મુલાકાતની માહિતી રાષ્ટ્રવાદીનાં સંસદ સભ્ય સુપ્રીયા સુળેએ જ આપી હતી. સુપ્રીયાએ શેલાર સાથેનો તેમનો ફોટો ટ્વીટ ર્ક્યો હતો. જોકે, તેમણે આ બે નેતા વચ્ચે શી ચર્ચા થઈ એ લખ્યુ નથી. આ મુલાકાતને લીધે રાજકીય અટકળોને વેગ મળ્યો છે. એનસીપીના પ્રવકતા નવાબ મલિકે એ વાતને રદિયો આપ્યો છે કે તેમના પક્ષના 12 વિધાનસભ્યો ભાજપમાં જોડાશે. મલિકે તો એવો દાવો ર્ક્યો હતો કે ચૂંટણી પૂર્વે ભાજપમાં ગયેલા રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતાઓ એનસીપીમાં પાછા ફરશે.
Published on: Wed, 12 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer