મહારાષ્ટ્રમાં કોરોનાનું બીજું મોજું આવવા નહીં દઈએ : ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં કોરોનાનું બીજું મોજું આવવા નહીં દઈએ : ઉદ્ધવ ઠાકરે
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના કોરોનાના સૌથી વધુ સંક્રમણ ધરાવતા 10 રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વિડિયો કૉન્ફરન્સિગ દ્વારા ચર્ચા કરી હતી. એ સમયે તેમણે કોરોનાને માત આપવા માટે માર્ગદર્શન પણ આપ્યું હતું. દરમિયાન, રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ વડા પ્રધાન સાથે વાત કરવાની સાથે મહારાષ્ટ્રમાં કોરોનાનું બીજું મોજું આવવા નહીં દઈએ, અને એ માટે પ્રયત્નશીલ છીએ એમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું. 
ચર્ચા દરમિયાન કોરોનાની મહારાષ્ટ્રની પરિસ્થિતિથી વડા પ્રધાનને વાકેફ કર્યા હતા. કોરોના સંક્રમિતો અને મૃત્યુ પામેલાનો એક પણ કેસ છુપાવ્યો નથી. પારદર્શિતાથી જાણકારી આપવામાં આવી છે. કોરોના અંગે અનેકના મનમાં ભય છે તો ઘણાને કંઈ થતું નથી એવું માની રહ્યા છે. પરંતુ આવક ખાતર બહાર જવું પણ જરૂરી છે. આવી ત્રણ અવસ્થામાં કોરોનાનો સામનો થઈ રહ્યો હોવાનું ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાનને જણાવ્યું હતું. 
રાજ્યમાં મૃત્યુદર ઘટાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. જ્યારે મુંબઈમાં ધારાવી, વરલી ખાતે પરિસ્થિતિ નિયંત્રણમાં આવતા બધાને આશ્ચર્ય થઈ રહ્યું છે. જોકે લડત પૂરી થઈ નથી. કોરોનાનું બીજું મોજું મહારાષ્ટ્રમાં આવવા નહીં દઇએ અને એ માટેના પ્રયાસો ચાલી રહ્યા હોવાનું ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.
Published on: Wed, 12 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer