`તુજસે હૈ રાબતા''ના સેટ પર રિમ અને સેહબાન બની ગયા બેસ્ટ ફ્રેન્ડ

`તુજસે હૈ રાબતા''ના સેટ પર રિમ અને સેહબાન બની ગયા બેસ્ટ ફ્રેન્ડ
લોકડાઉન દરમિયાન દર્શકો પોતાને ગમતી ટીવી સિરિયલના નવા એપિસોડ જોઇ ન શકયા તે રીતે વિવિધ ટીવી શોના કલાકારોને પણ શાટિંગની ખોટ સાલતી હતી. ઝી ટીવી પરથી પ્રસારિત થતી સિરિયલ તુજસે હૈ રાબતાના મુખ્ય કલાકારો રિમ શેખ (કલ્યાણી), સેહબાન (મલ્હાર) અને આયુષ આનંદ (ત્રિલોક)ને શાટિંગ શરૂ થતાં અનોખો આનંદ થયો છે. આશરે એકસો દિવસ બાદ રીમ અને સંહબાન સેટ પર મળ્યા ત્યારે અત્યંત ઉત્સાહિત હતા. રિમ અને  સેહબાનની જોડી રીલની જેમ રિયલ લાઇફમાં પણ અનોખી કેમેસ્ટ્રી ધરાવે છે. સિરિયલના શાટિંગમાં પહેલી વાર મળેલા રીમ અને સેહબાન વચ્ચે મિત્રતા થતા વાર લાગી હતી પરંતુ ફોટોગ્રાફી માટેના પ્રેમે તેમને નજીક લાવી દીધા હતા. રીમે જણાવ્યું હતું કે, અમારી વચ્ચે દોસ્તી થતાં થોડો સમય લાગ્યો હતો પરંતુ એકવાર દોસ્તી થયા બાદ અમે પાછું વળીને જોયું નથી. એક દિવસ અમે શાટિંગ કરતા હતા ત્યારે સેહબાનના હાથમાં કેમેરો હતો. તેણે સેટની આસપાસના ફોટા પાડયા હતા અને તે સાથે મારા પણ થોડા ફોટા ક્લિક કર્યા હતા. ત્યારે મને ખબર પડી કે તેને સારી ફોટોગ્રાફી આવડે છે અને મને ફોટા પડાવવાનો શોખ છે. એટલે અમારી વચ્ચે વાતચીતની શરૂઆત થઇ અને અમે મિત્રો બની ગયા. 
પોતાના કરતા રીમ નાની હોવાથી તેની સાથે કોઇ તાલમેલ નહીં બેસે એવું સેહબાનનને લાગું હતું. તેણે જણાવ્યું કે, મારું અનુમાન ખોટું પડયું. રીમની સાથે સંબંધની શરૂઆત થતાં સમય લાગ્યો પરંતુ હવે અમે સારા મિત્રો બની ગયા છીએ.

Published on: Sat, 15 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer