પ્રથમ વિશ્વયુદ્ધના ભૂલાયેલા ભારતીય સૈનિકો વિશેની ડૉકયુમેન્ટરી `ઈન્ડિયા''ઝ ફરગોટન આર્મી'' હિસ્ટરી ટીવી18 પર

પ્રથમ વિશ્વયુદ્ધના ભૂલાયેલા ભારતીય સૈનિકો વિશેની ડૉકયુમેન્ટરી `ઈન્ડિયા''ઝ ફરગોટન આર્મી'' હિસ્ટરી ટીવી18 પર
1914માં પ્રથમ વિશ્વયુધ્ધ શરૂ થયું ત્યારે બ્રિટિશ સૈન્યની સાથે લડવા માટે 13 લાખ ભારતીય સૈનિકો પણ ગયા હતા. આમાંથી 75 હજારથી વધુ સૈનિકો શહીદ થઈ ગયા. પાંચ વર્ષ ચાલેલા આ યુધ્ધ્માં ભારતીય સૈનિકોએ અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી હતી પરંતુ જયારે બ્રિટન વિજેતા ઘોષિત થયું ત્યારે ભારતીયોની વીરતાનો ઉલ્લેખ સુધ્ધાં કરવામાં આવ્યો નહીં. આ વિષયને કેન્દ્રમાં રાખીને ભારતના ભૂલાયેલા વીરસૈનિકોને અંજાલિરૂપે ઈન્ડિયાઝ ફરગોટન આર્મી નામની ડોકયુમેન્ટરી ફિલ્મ 15 ઓગસ્ટ, સનિવારે રાતના નવ વાગ્યે હિસ્ટી ટીવી 18 પર પ્રસારિત કરવામાં આવશે. 
પ્રથમ પુરુષ એકવચનમાં પ્રસ્તુત થનારી આ ફિલ્મમાં પ્રથમ વિશ્વયુધ્ધની કથા તથા ભારતીય સૈનિકો કેવા સંજોગોમાં યુધ્ધમાં લડતા હતા તેની જાણકારી તેમણે પોતાના પરિવારને લખેલા પત્રમાંથી તારવવામાં આવી છે. આ સૈનિકોના વર્તમાન વંશજો તથા ઈતિહાસવિદો અને નિષ્ણાતોના અભિપ્રાય પણ દસ્તાવેજી ફિલ્મમાં સાંકળી લેવામાં આવ્યા છે. આમાં વિશ્વભરમાં રહેલી યુધ્ધભૂમિ, સ્મારકો અને યુધ્ધના અવશેષો સાથે મિલિટરી નિષ્ણાતો અને ઈતિહાસકારો દ્વારા ભૂલાયેલી કથાઓના તાર જોડવામાં આવ્યા છે. રાણા ટી. એસ. ચિન્નાના પુસ્તક `વર્લ્ડ વૉર શીખ? મેમોયર્સ ઓફ એન ઈન્ડિયન કેવલરીમેન' પરથી દસ્તાવેજી ફિલ્મ બનાવવામાં આવી છે. 
Published on: Sat, 15 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer