સ્વતંત્રતા દિને ઝી સિનેમા પર `ગુડ ન્યૂઝ''નું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર

સ્વતંત્રતા દિને ઝી સિનેમા પર `ગુડ ન્યૂઝ''નું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર
કોરોનાની મહામારી સામે લડતા ભારતીયોને ગુડ ન્યૂઝની જરૂર છે અને ઝી સિનેમા 15 ઓગસ્ટે સૌને ગુડ ન્યૂઝ આપશે એટલે કે દર્શાવશે. સ્વતંત્રતા દિની ઉજવણી નિમિત્તે ઝી સિનેમા પર 15 ઓગસ્ટે રાતના આઠ વાગ્યે ફિલ્મ ગુડ ન્યૂઝનું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર થશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, કિઆરા અડવાણી, કરીના કપૂર ખાન અને દલિજીત દોસાંજ છે. તબીબી ભૂલને લીધે બે પરિવારો કેવી અસમંજસભરી સ્થિતિમાં મૂકાઈ જાય છે અને તેમાંથી કેવી કોમેડી નિપજે છે તે આ ફિલ્મમાં જોવા મળે છે. ફિલ્મની કથા તો હાસ્યસભર છે તથા કલાકારોએ ઉત્તમ અભિનય દ્વારા ફિલ્મને દર્શનીય બનાવી છે. આ ઉપરાંત ફિલ્મની ગીત-સંગીત પણ કર્ણમધુર છે અને તેણે લોકોના દિલ જીત્યા છે. 
અક્ષયકુમારે જણાવ્યું હતું કે, ગુડ ન્યૂઝમાં કોમેડી, રોમાન્સ અને નાટ્યાત્મકતાનો સુંદર સમન્વય છે. અત્યારના તાણભર્યા સમયમાં આ ફિલ્મ સૌને હળવાફુલ કરશે એની મને ખાતરી છે. 
ગુડ ન્યૂઝમાં વરુણ અને દીપ્તિ બત્રાની કથા છે. આ દંપતી મુંબઈમાં રહેતું વર્કિંગ કપલ છે. તેઓ પ્રથણ બાળકનું પલાનિંગ કરતા હોય છે ત્યારે તેમની મુલાકાત હની અને મોનિકા બત્રા સાથે થાય છે. ચંડીગઢના જમીનદાર પરિવારના આ દંપતી વરુણ અને દીપ્તિથી તદ્ન લગ જ સ્વભાવ ધરાવતા હોય છે. આ બંને દંપતીઓની અટકમાં રહેલી સામ્યતાને લીધે તબીબી પ્રક્રિયામાં મોટી ભૂલ થાય છે અને તેમાંથી શરૂ થતો ગોટાળો ખડખડાટ હસાવે છે. 
Published on: Sat, 15 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer