બીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ સામે પાક.ના પાંચ વિકેટે 156 રન

બીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ સામે પાક.ના પાંચ વિકેટે 156 રન
11 વર્ષ બાદ વાપસી કરનાર ફવાદ આલમ ઝીરોમાં આઉટ
સાઉથમ્પટન તા.14: ઇંગ્લેન્ડ વિરૂધ્ધના બીજા ટેસ્ટના બીજા દિવસે ફરી વરસાદના વિધ્ન વચ્ચે પાકિસ્તાને સંભાળપૂર્વકની બેટિંગ કરીને લંચ સુધીમાં પ વિકેટે 156 રન કર્યાં હતા. મેચના ગઇકાલે પહેલા દિવસે પણ વારંવાર વરસાદની અડચણ વચ્ચે પાકિસ્તાને 5 વિકેટે 126 રન કર્યાં હતા. આ પછી આજે બીજા દિવસે પાકે. લંચ સુધીની રમતમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 5 વિકેટે 156 રન કર્યાં હતા. સ્ટાર બાબર આઝમ ત્યારે 46 અને મોહમ્મદ રિઝવાન 12 રને રમતમાં હતા. ગઇકાલે શાન મસૂદ 1, આબિદ અલી 60, સુકાની અઝહર અલી 20, અસદ શફીક 5 અને 11 વર્ષના લાંબા ગાળા બાદ પાક.ની ટેસ્ટ ટીમમાં વાપસી કરનાર ફવાદ આલમ 4 દડાનો સામનો કરીને ઝીરોમાં આઉટ થયા હતા. જો કે બાબર આઝમે ઇંગ્લેન્ડના બોલરોનો મકકમતાથી સામનો કરીને એક છેડો સાચવી રાખ્યો હતો. 
ઇંગ્લેન્ડ તરફથી એન્ડરસનને 2 વિકેટ મળી હતી. જયારે બ્રોડ, કરન અને વોકસે 1-1 વિકેટ લીધી હતી. ત્રણ મેચની શ્રેણીમાં ઇંગ્લેન્ડ 1-0થી આગળ ચાલી રહ્યં છે.
Published on: Sat, 15 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer