ટોપ સીડ ટેનિસ ટૂર્નામેન્ટમાં વિનસ સામે સેરેનાની જીત

ટોપ સીડ ટેનિસ ટૂર્નામેન્ટમાં વિનસ સામે સેરેનાની જીત
વોશિંગ્ટન, તા.14: અમેરિકાની 23 વખતની ગ્રાંડસ્લેમ ચેમ્પિયન 38 વર્ષીય ખેલાડી સેરેના વિલિયમ્સે ટોપ સીડ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં તેની બહેન વિનસ વિલિયમ્સને 3-6, 6-3 અને 6-4થી રોમાંચક હાર આપી છે. સેરેના અને વિનસ વચ્ચે આ 31મો મુકાબલો હતો. જેમાં સેરેનાના ખાતામાં 19 અને વિનસના નામે 12 જીત છે. ગઇકાલે રાત્રે રમાયેલા બીજા રાઉન્ડના મેચમાં સેરેનાએ પહેલો સેટ ગુમાવ્યા બાદ વાપસી કરીને વિજય નોંધાવ્યો હતો. ત્રીજા રાઉન્ડમાં સેરેનાની ટક્કર શેલ્બી રોઝર્સ સામે થશે. તેણીએ કેનેડાની ખેલાડી લેલાહ ફર્નાન્ડિસ વિરૂધ્ધ 6-2 અને 7-5થી જીત મેળવી હતી. 
Published on: Sat, 15 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer