મહાન બાસ્કેટ બોલ ખેલાડી માઇકલ જોર્ડનના બૂટ હરાજીમાં સાડા ચાર કરોડમાં વેંચાયા

મહાન બાસ્કેટ બોલ ખેલાડી માઇકલ જોર્ડનના બૂટ હરાજીમાં સાડા ચાર કરોડમાં વેંચાયા
નવી દિલ્હી તા.14: બાસ્કેટ બોલના મહાન અમેરિકી ખેલાડી માઇકલ જોર્ડને વર્ષ 198પમાં એક મેચમાં પહેરેલા બૂટ 6 લાખ 15 હજાર ડોલર એટલ કે 4 કરોડ 60 લાખ રૂપિયામાં વેંચાયા છે. ક્રિસ્ટી ઓકશન નામની કંપનીએ આ જાણકારી આપી છે. ખેલાડીના કોઇ એક બૂટની જોડીની હરાજીમાં આ રેકોર્ડ બ્રેક રકમ મળી છે. આ બૂટ સ્નીકર્સ એયર જોર્ડન-1 નામના છે. જે આ અનેબીએ સ્ટારે 1985ના એક પ્રદર્શની મેચમાં પહેર્યાં હતા. આ મેચ ઇટાલીમાં રમાયો હતો. આ મેચમાં માઇકલ જોર્ડને બોલને એટલો જોરથી પટકાવ્યો હતો કે બેકબોર્ડનો કાચ તૂટી ગયો હતો. આ પહેલા એક હરાજીમાં જોર્ડનના બૂટને પ લાખ 60 હજાર ડોલર મળ્યા હતા. 

Published on: Sat, 15 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer