જુલાઈમાં હોલસેલ ફુગાવો નકારાત્મક 0.58 ટકા

ખાદ્ય પદાર્થોના ભાવ વધ્યા
નવી દિલ્હી, તા.14 : જુલાઈમાં હોલસેલ ફુગાવો (ડબ્લ્યુપીઆઈ) ઇન્ડેક્સ સતત ચોથા મહિને વાર્ષિક ધોરણે નકારાત્મક બની - 0.58 ટકા રહ્યો હતો. ગયા વર્ષે સમાન ગાળામાં હોલસેલ ફુગાવો 1.17 ટકા હતો, એમ વાણિજ્ય મંત્રાલય અને ઉદ્યોગ મંત્રાલયે આજે જણાવ્યું છે.  જૂનમાં હોલસેલ ફુગાવો -1.81 જ્યારે મે અને એપ્રિલમાં અનુક્રમે -3.37 અને - 1.57 ટકા હતો.  
જોકે, જુલાઈમાં ખાદ્ય પદાર્થોનો ફુગાવો જૂનના 2.04 ટકાથી વધીને 4.08 ટકા થયો હતો.  
બીજી તરફ ઇંધણ અને ઉર્જા ક્ષેત્રમાં ફુગાવો જુલાઈમાં ઘટીને 9.84 ટકા થયો હતો જે જૂન માસમાં 13.60 ટકા હતો.  
મેન્યુફેક્ચારિંગ ક્ષેત્રમાં ફુગાવો જુલાઈમાં 0.51 ટકા અને જૂનમાં 0.08 ટકા હતો.  
ગઈકાલે રિટેલ ફુગાવો જૂનના 6.23 ટકા સામે જુલાઈમાં 6.93 ટકા રહ્યો હતો.

Published on: Sat, 15 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer