લોકલ ટ્રેનો હાલ તુરત શરૂ નહીં થાય : કેન્દ્રની સ્પષ્ટતા

મુંબઈ, તા. 14 : મુંબઈની લોકલ ટ્રેનો હજી પણ અત્યાવશ્યક સેવાઓના કર્મચારીઓ માટે જ ચાલુ છે. સામાન્ય પ્રવાસીઓને પરવાનગી નથી ત્યારે આજે કેન્દ્ર સરકારે ખુલાશો કર્યો હતો કે વધુ સૂચના ન અપાય ત્યાં સુધી લોકલ અને પેસેન્જર ટ્રેનો બંધ રહેશે.
આથી હવે સ્પષ્ટ થયું છે કે તરત જ લોકલ ટ્રેનો કે પેસેન્જર ટ્રેનો શરૂ થવાની શક્યતા નથી. આ અંગે અગાઉ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કેન્દ્ર સરકારે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું છે કે વધુ સૂચના ન મળે ત્યાં સુધી લોકલ અને પેસેન્જર ટ્રેનો બંધ રહેશે, તેની પ્રવાસીઓ નોંધ લે.
મહારાષ્ટ્ર સરકારની વિનંતીથી મુંબઈમાં અત્યાવશ્યક સેવાઓના કર્મચારીઓ માટે વિશેષ લોકલ ટ્રેનો શરૂ કરવામાં આવી હતી અને તે ચાલુ જ રહેશે. પ્રવાસીઓની સંખ્યાનું નિયમિત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂર પડશે તો વધુ સેવાઓ પણ શરૂ કરવામાં આવશે, એમ જણાવાયું છે.
Published on: Sat, 15 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer