તાતા પાવરની વીજળી સસ્તી થશે?

મુંબઈ, તા. 14 : તાતા પાવર કંપનીને 65 પૈસા પ્રતિ યુનિટ સસ્તા ભાવે ગ્રીન ઊર્જા મળશે. આથી કંપનીની દરરોજ સુમારે દોઢ કરોડ રૂપિયાની બચત થશે. તેનો લાભ ગ્રાહકોને મળશે ખરો? એવો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે.
ગ્રીન એનર્જી માટે તાતા કંપનીએ 225 મેગાવૉટની ખરીદી માટે ટેન્ડર કાઢયા હતા. ગ્રીન એનર્જી કંપનીએ પ્રારંભમાં યુનિટ દીઠ ભાવ 3.24 રૂપિયાનો પ્રસ્તાવ મૂક્યો હતો પણ અૉનલાઇન પ્રક્રિયામાં આ દર 2.59 પૈસા કર્યો હતો. હવે આ દરે વીજળી ખરીદવા મહારાષ્ટ્ર વીજ આયોગે તાતા પાવરને મંજૂરી આપી છે. આ દરે વીજળી ખરીદવી હોય તો 25 વર્ષનો ખરીદીનો કરાર કરવો પડશે એવી મંજૂરી પણ આયોગે આપી છે.
આમ તાતા પાવરને યુનિટ દીઠ 65 પૈસાની બચત થશે. વર્ષે 14.62 કરોડની બચત થશે. નિષ્ણાતોનું કહેવું છે કે કંપની ગ્રાહકોને યુનિટ દીઠ 1 રૂપિયાની રાહત આપી શકે એમ છે.
Published on: Sat, 15 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer