હવે આવી રહ્યા છે આયુર્વેદિક ફેસ માસ્ક અને બૉડી સૂટ

પુણે, તા 14 : પુણેસ્થિત ડીફેન્સ ઇન્સ્ટિટ્યુટ અૉફ એડવાન્સ ટેક્નૉલૉજી, ડીઆઇએટી (ડીયુ)એ આયુર્વેદિક આધારિત બાયોડીગ્રેડેબલ ફેસ માસ્કનો નેનોફાઇબર વિકસિત કર્યો છે જે બેક્ટેરિયા-વાયરસના  પ્રતિકાર માટે વાયરસ ન્યુટ્રાઇઝરનું કામ કરે છે, જેનું નામ પવિત્રપતિ રાખવામાં આવ્યુ છે. 
કંપનીએ આયુર્વેદ આધારિત બાયોડીગ્રેડેબલ ફેસ માસ્કને પવિત્રપતિ બ્રાન્ડ નેમ હેઠળ લૉન્ચ કર્યું છે. કંપનીએ પ્રથમ તબક્કામાં 10 હજાર માસ્કનું ઉત્પાદન કર્યું હતું જેને ડિસ્ટ્રિબ્યુટર, સેલ્સ ટીમ, ફાર્માસ્યુટિકલ કંપની તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો છે. અન્ય ટીઓટી ડીઆઇએટી દ્વારા એન્ટી-માઇક્રોબાયલબૉડી સૂટ ઔષધ તારાને ડેવલપ કરવા માટે મેસર્સ સિદ્ધેશ્વર ટેક્સટાઇલ પ્રા. લિ.ને ટ્રાન્સફર કરવામાં આવી છે. આ સૂટ સુપરહાઇડ્રોફોબિક, બ્રાધિંગ, એન્ટી-માઇક્રોબાયલ, કમ્ફર્ટ ફાલિંગ પ્રોપર્ટીઝ ધરાવે છે. ફેબ્રિક મટિરિયલ કોવિડ-19 સામેની લડત માટે મંજૂર કરાયેલ છે. સૂટનું સફળતાપૂર્વક સ્પ્લેશ રેઝિસ્ટન્સ ટેસ્ટ થઈ ચુક્યું છે. આ સૂટની માગ હોસ્પિટલ્સ, ખાનગી કંપની, એરલાઇન્સ અને સરકારી એજન્સીમાં છે. ઔષધ તારાનું ઉત્પાદન શરૂ થઈ ચુક્યું છે અને એના મળેલા અૉર્ડર મુજબ માલ પૂરો પણ પાડવામાં આવ્યો છે. 
Published on: Sat, 15 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer