140 કરોડના ખર્ચે બે વર્ષમાં બેલાસીસ રોડ પર વરલી સી લિંક જેવો અદ્યતન કેબલ બ્રિજ

140 કરોડના ખર્ચે બે વર્ષમાં બેલાસીસ રોડ પર વરલી સી લિંક જેવો અદ્યતન કેબલ બ્રિજ
મુંબઈ, તા. 14 : બેલાસીસ રોડ ખાતેના 127 વર્ષ જૂના ઓવરબ્રિજને સ્થાને નવો અદ્યતન અને કેબલવાળો બાન્દ્રા-વરલી સી લિન્ક જેવો પુલ આગામી બે વર્ષમાં બાંધવામાં આવશે.
મુંબઈ પાલિકાએ મહારાષ્ટ્ર રેલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કૉર્પોરેશનનાં સહયોગમાં આ કેબલ પુલ બાંધવાનો નિર્ણય લીધો છે.
મુંબઈ સેન્ટ્રલ અને ગ્રાન્ડ રોડ સ્ટેશનો વચ્ચેને આ પુલ 140 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવશે. બે વર્ષમાં તેનું બાંધકામ પૂરું કરવામાં આવશે. નવો બ્રિજ 32.7 મીટર પહોળો હશે. પરિણામે શહેરના બે અતિ વ્યસ્ત જંકશનો પર ટ્રાફિકની સમસ્યા હળવે થશે. હાલનો પુલ માત્ર 18 મીટર જ પહોળો છે.
એમઆરઆઈડીસીના મૅનેજિંગ ડિરેક્ટર રાજેશકુમાર જયસ્વાલે જણાવ્યું હતું કે નવો બ્રિજ છ લૅન ધરાવતો હશે. જેના કારણે ટ્રાફિક જામ થશે નહીં.
જુલાઈમાં પાલિકાએ 11 રોડ ઓવર બ્રિજ (આરઓબી) અને એક રોડ અંડરબ્રિજ નવેસરથી બાંધવા એમઆરઆઈડીસી સામે એમઓયુ કર્યા છે.
Published on: Sat, 15 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer