ગણેશોત્સવ : કોંકણ માટે મધ્ય અને પશ્ચિમ રેલવેની વિશેષ ટ્રેનો

ગણેશોત્સવ : કોંકણ માટે મધ્ય અને પશ્ચિમ રેલવેની વિશેષ ટ્રેનો
મુંબઈ, તા. 14 : ગણેશોત્સવમાં કોંકણ જવા ઇચ્છતા ગણેશભક્તો માટે ખુશખબર છે. મધ્ય રેલવે કોંકણ માટે આ ગણેશોત્સવમાં 162 વિશેષ ટ્રેનો દોડાવશે અને શનિવાર, 15 અૉગસ્ટથી આ ટ્રેનોનું બુકિંગ શરૂ થશે, એવી માહિતી મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ આપી હતી.
મુંબઈના સીએસએમટી અને લોકમાન્ય ટિળક ટર્મિનસથી રત્નાગિરી, કુડાલ અને સાવંતવાડી માટે ટ્રેનો રવાના થશે.
રેલવેએ જણાવ્યું હતું કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સોશિયલ ડીસ્ટંસીંગના બધા નિયમોનું કડક રીતે પાલન કરવું પડશે. દરમિયાન પશ્ચિમ રેલવે પણ મુંબઈ સેન્ટ્રલ અને બાન્દ્રા ટર્મિનસથી પાંચ ગણપતિ સ્પેશિયલ ટ્રેનોની 20 ટ્રીપ દોડાવશે. આ ટ્રેનો સાવંતવાડી રોડ અને કુડાલ માટેના હશે.

Published on: Sat, 15 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer