રાષ્ટ્રધ્વજના `માસ્ક'' વેચનારી ઍમેઝૉન, ફ્લિપકાર્ટ કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહીની માગ

રાષ્ટ્રધ્વજના `માસ્ક'' વેચનારી ઍમેઝૉન, ફ્લિપકાર્ટ કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહીની માગ
મુંબઈ, તા. 14 :  `ભારતીય રાષ્ટ્રધ્વજ' કરોડો ભારતીઓ માટે અસ્મિતાનો વિષય છે; કેટલાક અપવાદ છોડતાં તેનો અન્ય કોઈપણ બાબત માટે ઉપયોગ કરવો એ કાયદાથી દખલપાત્ર અને અજામીનપાત્ર ગુનો છે. એમ ભલે હોય, તો પણ આ સંવેદનશીલ વિષયની ગંભીરતા રાખવાને બદલે ઍમેઝૉન, ઇંડિયામાર્ટ, ફેમસશૉપ, મિંત્રા, સ્નેપડીલ, ફ્લિપકાર્ટ જેવી `ઈ-કૉમર્સ' કંપનીઓ પરથી કોરોનાનો ચેપ રોકવા માટે 15 અૉગસ્ટ નિમિત્તે ભારતીય રાષ્ટ્રધ્વજના રંગ ધરાવતા `માસ્ક' બનાવીને તેનું મોટા પ્રમાણમાં વેચાણ ચાલુ છે. તેમના પર રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાના પ્રકરણ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસર કાર્યવાહી કરવી. તેમ જ માસ્કનું વેચાણ, ઉત્પાદન અને વિતરણ થાય નહીં આ દૃષ્ટિએ સરકારે તત્કાળ યોગ્ય તે કાર્યવાહી કરવી, એવી માગણી `સુરાજ્ય અભિયાન' ઉપક્રમે હિંદુ જનજાગૃતિ સમિતિએ વડા પ્રધાન અને કેન્દ્રીય ગૃહપ્રધાન પાસે કરી છે.  
રાષ્ટ્રધ્વજ એ કાંઈ શણગાર કરવાનું માધ્યમ નથી. આ રીતના માસ્ક વાપરવાથી છીંકવું, તેને થૂંક લાગવી, તે મેલો થવો, તેમ જ અંતે ઉપયોગ થયા પછી કચરામાં ફેંકી દેવો ઇત્યાદિને કારણે રાષ્ટ્રધ્વજનું અપમાન થાય છે અને એમ કરવું એટલે `રાષ્ટ્રીય માનચિહ્નોનો ગેરઉપયોગ રોકવો કાયદો 1950', ધારા 2 અને 5 અનુસાર; તેમ જ `રાષ્ટ્ર પ્રતિષ્ઠા અપમાન પ્રતિબંધ અધિનિયમ 1971'ના ધારા 2 અનુસાર તેમ જ `બોધચિહ્ન અને નામ (અયોગ્ય વાપરવા પર પ્રતિબંધ) અધિનિયમ 1950' આ ત્રણેય કાયદાઓ અનુસાર દંડનીય ગુનો છે. તેથી સરકારે તેની તંતોતંત અમલ બજાવણી કરવી, એવી અમારી માગણી છે. 
હિંદુ જનજાગૃતિ સમિતિ ગત 18 વર્ષથી `રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવો' આ અભિયાન ચલાવે છે. રાષ્ટ્રધ્વજનું અપમાન રોકવા માટે હિંદુ જનજાગૃતિ સમિતિએ વર્ષ 2011માં મુંબઈ ઉચ્ચ ન્યાયાલય ખાતે યાચિકા પ્રવિષ્ટ કરી હતી. તેના પર નિર્ણય આપતી વેળાએ `સરકારે રાષ્ટ્રધ્વજનું થનારું વિડંબન અને તેનું અપમાન રોકવું' એવા નિર્દેશ સરકારને આપ્યા હતા.
Published on: Sat, 15 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer