મુંબઈમાં કોરોનાના 979 નવા કેસ, 907 સાજા થયા

મુંબઈમાં કોરોનાના 979 નવા કેસ, 907 સાજા થયા
રાજયમાં રેકર્ડ બ્રેક 12,608 નવા દર્દી
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 14 : આજે શહેરમાં કોરોનાના 979 નવા દર્દી મળ્યા હતા. આજે 47 મરણ નોંધાયાં હતાં. કુલ દર્દીની સંખ્યા 1,28,550 થઈ હતી. મહાનગરમાં કોરોનાએ કુલ 7,035 લોકોનો ભોગ લીધો છે. 
આજે 907 દર્દી સાજા થતા તેમને ઘરે જવાની રજા અપાઈ હતી. કુલ 1,01,861 દર્દી સાજા થયા છે. મુંબઈમાં રીકવરી રેટ 79 ટકા થયો છે.  
દરમિયાન રાજ્યમાં કોરોનાની કટોકટી ઘેરી બનતી જાય છે. આજે રેકર્ડ બ્રેક 12,608 નવા દર્દી મળ્યા હતા. જોકે, આ સાથે આજે ચોવીસ કલાકમાં 10,484 દર્દીને રજા અપાઈ હતી. આજે રાજ્યમાં કોરોનાને લીધે 364 દર્દીના મૃત્યુ નોંધાયા હતા. મરણાંક 19,427 થયો છે. રાજ્યમાં મૃત્યુદર 3.39 ટકા થયો છે. રાજ્યમાં 1,51,555 સક્રિય દર્દી છે.
Published on: Sat, 15 Aug 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer