રૈનાની ગેરહાજરી સીએસકેની મોટી ચિંતા : ડીન જોન્સ

રૈનાની ગેરહાજરી સીએસકેની મોટી ચિંતા : ડીન જોન્સ
દુબઇ, તા.16: ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર અને હાલના કોમેન્ટેટર ડીન જોન્સનું માનવું છે કે સુરેશ રૈનાની અનુપસ્થિતિ ચેન્નાઇ સુપર કિંગ્સ માટે મોટી ચિંતાનો વિષય બની રહેશે. સીએસકે ટીમ તેના આઈપીએલના અભિયાનની શરૂઆત તા. 19મીએ મુંબઈ ઇન્ડિયન્સ સામે રમીને કરશે. રૈના અને હરભજન સિંઘ અંગત કારણોસર આઇપીએલમાંથી હટી ગયા છે. જે વિશે ડીન જોન્સ કહે છે કે રૈના સ્પિન બોલિંગ સામેનો માહિર ડાબોડી બેટ્સમેન છે. તેના નામે આઇપીએલમાં ઘણા રન છે. તેની ગેરહાજરી ચોક્કસ ધોનીની ટીમને નડશે. ખાસ કરીને લેગ સ્પિનર સામે ચેન્નાઇ પાસે રૈના જેવો બીજો કોઇ ડાબોડી બેટધર નથી. ધોની અને વોટ્સન અનુભવી છે, પણ તેમણે લાંબા સમયથી પ્રતિસ્પર્ધી ક્રિકેટમાં બેટિંગ કરી નથી. સીએસકે માટે નીચેના ક્રમમાં સેમ કરન અને રવીન્દ્ર જાડેજા મહત્ત્વના બની રહેશે. તેવું જોન્સનું માનવું છે.
Published on: Thu, 17 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer