જયા બચ્ચનના બંગલા પર પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરાયો

મુંબઈ, તા. 16 : મંગળવારે સંસદમાં અભનેત્રી જયા બચ્ચને બોલીવૂડના કરેલા બચાવને પગલે સોશિયલ મીડિયામાં તેમના પર પસ્તાળ પડી છે. આને પગલે મહારાષ્ટ્ર સરકારે બચ્ચન પરિવારના જૂહુ સ્થિત પ્રતિક્ષા અને જલસા બન્ને રહેણાક બંગલા ખાતે પોલીસ બંદોબસ્ત વધારી દીધો છે.  
જયા બચ્ચને સંસદમાં જે પ્રવચન આપ્યું એને બોલીવૂડે ટેકો આપ્યો છે, પણ સોશિયલ મીડિયામાં એમની ટીકા થઈ
રહી છે. 
ભાજપી સાંસદ અને અભિનેત્રી હેમા માલિનીએ પણ જયા બચ્ચનને ટેકો આપતા કહ્યું કે બોલીવૂડે મને નામ, સન્માન અને બધું જ આપ્યું છે. બોલીવૂડનું નામ હંમેશા ઊચું જ રહેશે અને એના પર ડ્રગ્સ અને સગાવાદનો આક્ષેપ કરી એના નામ પર ધબ્બો લગાડી શકશે નહીં. 
હેમા માલિનીએ એમ પણ કહ્યું હતું મારો લોકોને કહેવું છે કે બોલીવૂડ એક સુંદર જગ્યા છે. ત્યાં રચનાત્મક કામ થાય છે. એ કળા અને સંસ્કૃતિનું વિશ્વ છે. બોલીવૂડ વિશે લોકો જ્યારે ડ્રગ્સ વગેરે બાબતોને લઈ ખરાબ બોલે છે ત્યારે માઠું લાગે છે. આવું ક્યાં નથી થતું? જો ધબ્બો હોય તો એને સાફ કરવાની જરૂર છે... સાફ થશે તો ધબ્બો નીકળી જશે. બોલીવૂડમાં ધબ્બો હશે તો એ પણ નીકળી જશે.  
આ મારી થાળી છે, જયાજી તમારી નહીં : કંગના 
કઈ થાળી આપી છે જયાજીએ અને તેમની ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ? એક થાળી મળી હતી જેમા બે મિનિટનો રોલ, આઈટમ નંબર્સ અને એક રોમાન્ટિક સીન મળતા હતા એ પણ હીરો સાથે સુતા પછી. મેં આ ઈન્ડસ્ટ્રીને ફેમિનિઝમ (નારીવાદ) શીખવાડ્યું. થાળીને દેશભક્તિ નારીપ્રધાન ફિલ્મોથી સજાવી. આ મારી થાળી છે તમારી નહીં 
Published on: Thu, 17 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer